ઓડિશાના પુરીના જગન્નાથ મંદિરના મેઘનાદ પચેરીની દિવાલો પર તિરાડો, સાથે દિવાલોમાંથી ગંદુ પાણી લીક થતું જાેવા મળ્યું
સરકારે પુરી જગન્નાથ મંદિરમાં પડેલી તિરાડોને રિપેર કરવાની વાત કરી છે, આ માટે તેણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની મદદ માંગીઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિર મેઘનાદ પચેરીની દિવાલમાં તિરાડ પડી છે. સરકારે પુરી જગન્નાથ મંદિરમાં પડેલી તિરાડોને રિપેર કરવાની વાત કરી છે. આ માટે તેણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની મદદ માંગી છે. મંદિરમાં પડેલી તિરાડો અંગે સેવકોએ ચિંતા વ્યક્ત કરી છે. મંદિરની દીવાલોમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે. આ ગંદુ પાણી આનંદબજારમાંથી રાઈઝરની અંદર આવી રહ્યું છે. તિરાડોમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે. સેવકોએ જણાવ્યું કે ગંદા પાણીના લીકેજને કારણે મંદિરની દિવાલના કેટલાક ભાગો પર શેવાળના ધબ્બા દેખાય છે. જીત્ન્છ અરવિંદ પાધીએ જણાવ્યું કે તેઓ મેઘનાદ પચેરી માટે ખૂબ જ ચિંતિત છે. તેણે માહિતી આપી છે કે એએસઆઈ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નિરીક્ષણ દરમિયાન જીત્ન્છની ટેકનિકલ ટીમ પણ હાજર હતી.
તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે મંદિરનું સમારકામ છજીૈં દ્વારા જલ્દી પૂર્ણ કરવામાં આવશે. પુરીનું જગન્નાથ મંદિર બારમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર પ્રશાસન તેની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ટૂંક સમયમાં રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે તેવું જણાવ્યું હતું. જેથી કરીને કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય. પૂર્વ બીજેડી સરકાર દ્વારા મંદિર પરિસરની આસપાસ તોડફોડ કરવામાં આવી હતી. આ કારણે મંદિરમાં તિરાડો પડી ગઈ છે. ભૂતકાળની ભૂલો શક્ય તેટલી વહેલી તકે સુધારવી જાેઈએ. મંદિરમાં ગંદુ પાણી વહી રહ્યું છે. દિવાલોની તિરાડો વચ્ચેથી ગંદુ પાણી લીકેજ થવાના કારણે દિવાલો પર પણ શેવાળ દેખાવા લાગી છે. આ માટે ટૂંક સમયમાં છજીૈંની ટીમ દ્વારા અહીંની તિરાડોનું સમારકામ કરવામાં આવશે.
Recent Comments