fbpx
રાષ્ટ્રીય

ઓડિશામાં બીજેડીની હાર બાદ વીકે પાંડિયને રાજનીતિમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી

ઓડિશાના બીજુ જનતા દળ (બીજેડી) ની કારમી હાર બાદ પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના નજીકના સાથી વીકે પાંડિયને રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી જો કે પાંડિયનની રાજનીતિમાંથી નિવૃત્તિ એવા સમયે આવી છે, જ્યારે બીજેડી ૨૪ વર્ષ બાદ રાજ્યમાં સત્તામાંથી બહાર થઈ છે. જોકે એક દિવસ પહેલા જ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે પાંડિયનના ખૂઅતિશય વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમણે એક અધિકારી તરીકે ખૂબ સારું કામ કર્યું છે. વીકે પાંડિયને રાજ્યની જનતાને બેવાર કુદરતી આફતોથી બચાવ્યા હતા. તે ઉપરાંત તેમણે કોવિડ ૧૯ ના સમય દરમિયાન તેમણે ખૂબ સારું કામ કર્યું. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં પાંડિયન વિપક્ષના શાબ્દિક પ્રહારોનો સામનો કરવો પડ્‌યો હતો.

પોતાના વીડિયોના માધ્યમથી વીકે પાંડિયને સંદેશ આપ્યો હતો કે, તેઓ નવીન બાબુને સમર્થન આપવા માટે જ રાજનીતિમાં આવ્યા છે. તેઓ બીજેડી સાથે જોડાયેલા લાખો લોકોનો આભાર માને છે. ઁટ્ઠહઙ્ઘૈટ્ઠહ પર ખોટા અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. વીકે પાંડિયને એમ પણ કહ્યું હતું કે, જો તેણે ક્યારેય કોઈ ભૂલ કરી હોય, તો કૃપા કરીને તેને માફ કરો. તો આ વખતે ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બનાવા જઈ રહી છે. ભાજપ ને પોતાના દમ પર બહુમતી મળી છે. પાર્ટીએ ૭૮ સીટો જીતી છે. કોંગ્રેસે ચૂંટણીમાં ૧૪ બેઠકો જીતી હતી. ઓડિશા વિધાનસભામાં કુલ બેઠકોની સંખ્યા ૧૪૭ છે.
૨૦૦૦ બેચના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી વીકે પાંડિયન વીઆરએસ સાથે રાજકારણમાં પ્રવેશ્યા હતા. ૨૦૧૯ માં જ્યારે બીજેડી એ રાજ્યની સત્તાની કમાન સંભાળી હતી. ત્યારે પાંડિયનની તેમાં મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવતું હતું. ૨૦૨૪ ની ચૂંટણી પહેલા વિપક્ષ દ્વારા તેમને સુપર સીએમ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. ત્યારે મ્ત્નડ્ઢ ના મુખ્ય પ્રચારક અને ચૂંટણી વ્યૂહરચનાકાર બનેલા પાંડિયને હવે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે.

Follow Me:

Related Posts