fbpx
રાષ્ટ્રીય

ઓડિશામાં લૂ લાગવાથી ૨૦ લોકોના મોત

દેશમાં એક તરફ વાવાઝોડા અને પૂરે તબાહી મચાવી છે તો બીજી તરફ આકરી ગરમી અને ગરમીના મોજા લોકોના જનજીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં ઓડિશામાં હીટવેવ અને હીટ સ્ટ્રોકના કારણે ૨૦ લોકોના મોત થયા છે. ભુવનેશ્વરમાં સ્પેશિયલ રિલીફ કમિશનર (જીઇઝ્ર) ઓફિસે પણ સ્વીકાર્યું છે કે રાજ્યમાં ગરમીના મોજાને કારણે ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે સ્પેશિયલ રિલીફ કમિશનરની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી અમને લૂ લાગવાના કારણે ૨૦ લોકોના મોતની માહિતી મળી છે. બાલાસોર જિલ્લામાં પણ હીટ સ્ટ્રોકથી એક વ્યક્તિનું મોત થયું છે. જિલ્લાના કલેક્ટર આ અંગે વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. વિભાગ દ્વારા પીડિત પરિવારને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી જીઇઝ્રએ કહ્યું છે કે રાજ્યમાં આગામી ૩-૪ દિવસ સુધી આકરી ગરમી પડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં લોકોને સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને બપોરના તાપમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે લોકોને પોતાને હાઇડ્રેટ રાખવા અને વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. ૈંસ્ડ્ઢ અનુસાર, રવિવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધી ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઝારસુગુડા સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યાં બપોરે ૧ઃ૩૦ કલાકે શહેરનું તાપમાન ૩૭.૪ ડિગ્રી નોંધાયું હતું. આ પછી સંબલપુર બીજા નંબર પર રહ્યું જ્યાં તાપમાન ૩૬.૪ ડિગ્રી નોંધાયું હતું. યુપી અને બિહારમાં પણ હીટ વેવના કારણે મોતના કિસ્સા જાેવા મળ્યા છે. યુપીના બલિયા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમીના કારણે ૫૭ લોકોના મોત થયા છે. યુપીની યોગી આદિત્યનાથ સરકારે ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની બદલી કરી છે. તે જ સમયે, યુપીને અડીને આવેલા બિહારમાં, ગરમીના મોજાને કારણે ૫૦ થી વધુ લોકોના મોત થયા છે. આમાં સૌથી વધુ મૃત્યુ અરાહ જિલ્લામાં જાેવા મળ્યા છે. જાે કે આ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

Follow Me:

Related Posts