fbpx
રાષ્ટ્રીય

ઓડિશામાં વંદે ભારત પર પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા

ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ પર હુમલાની ઘટના સામે આવી છે. આ વખતે ઓડિશાના ભુવનેશ્વરમાં વંદે ભારતને નિશાન બનાવવામાં આવ્યું હતું. પથ્થરમારાના કારણે કોચની બારીના કાચ તૂટી ગયા હતા. જાે કે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. ઘટના અંગે અધિકારીઓએ જણાવ્‌ હતુ કે, ઓડિશામાં ઢેંકનાલ-અંગુલ રેલવે સેક્શન પર મેરામમંડલી અને બુધપંક વચ્ચે પથ્થરમારાને કારણે રાઉરકેલા-ભુવનેશ્વર વંદે ભારત એક્સપ્રેસ (૨૦૮૩૫) ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ કોચની બારીના કાચને નુકસાન થયું હતું.. અધિકારીઓના ઘટનાને લઈને જણાવ્યા હતુ કે આ ઘટનાની જાણ ફરજ પરના ઇઁહ્લ એસ્કોર્ટિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

માહિતીને પગલે, ઈસ્ટ કોસ્ટ રેલ્વે ઝોન (ઈર્ઝ્રઇ) ની સુરક્ષા વિંગે રેલવે પ્રોટેક્શન ફોર્સ (ઇઁહ્લ) અને સરકારી રેલ્વે પોલીસ (ય્ઇઁ) ને ચેતવણી આપી હતી. કટકથી આરપીએફના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો.. ઘટના બનતા જ તેની માહિતી સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી હતી. પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે ઈર્ઝ્રઇની બંને સુરક્ષા વિગ ગુનેગારોને શોધવા માટે સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. દેશમાં આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવવામાં આવી હોય. દેશના અન્ય ભાગોમાં પણ આવી જ ઘટનાઓ બની હતી. જાે કે હજુ સુધી કોઈ પણ ઘટનામાં કોઈ મુસાફરને નુકસાન થયું નથી.. ભારતીય રેલ્વે, ખાસ કરીને ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ઈર્ઝ્રઇ) જાહેર જનતાને, ખાસ કરીને રેલ્વે લાઈનની નજીક રહેતા લોકોને ટ્રેનો પર પથ્થરમારો ન કરવા માટે શિક્ષિત કરવા માટે સતત ઝુંબેશ ચલાવી રહી છે. જેના કારણે મુસાફરોને નુકસાન ન થઈ શકે છે. જાે કે ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ વધી રહી છે. ભારતીય રેલ્વે અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તેમને રોકવાના પ્રયાસો છતાં આ ઘટનાઓ ચાલુ રહે છે.

Follow Me:

Related Posts