fbpx
રાષ્ટ્રીય

ઓડિશામાં સગીર સાથે બળાત્કારના કેસમાં જિલ્લા કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી

ઓડિશામાં ૫૩ વર્ષીય આધેડ વ્યક્તિએ સગીર પર બળાત્કાર કર્યો, બે વર્ષ પછી તેને ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી ઓડિશાના કેન્દ્રપારામાં એક સગીર સાથે બળાત્કારના કેસમાં જિલ્લા કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ૫૩ વર્ષીય આરોપી પીડિતાનો પાડોશી છે. પોલીસે તેને કોર્ટમાંથી જ કસ્ટડીમાં લઈ જેલમાં મોકલી આપ્યો હતો. આ માહિતી જિલ્લા કોર્ટમાં વિશેષ સરકારી વકીલ મનોજ કુમાર સાહુએ આપી હતી. તેમણે કહ્યું કે આ કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ-કમ-સ્પેશિયલ જજ (પોક્સો) કોર્ટમાં થઈ હતી.

જેમાં તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને દોષિત માનીને સજાની જાહેરાત કરી હતી. આ કેસમાં પોલીસે નિર્ધારિત સમયમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ પછી કોર્ટમાં સંબંધિત પુરાવા જાેયા બાદ ૧૯ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓ સામે તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાની મળી આવી હતી. આ પછી કોર્ટે આ મામલાને ખૂબ જ ગંભીર અને શરમજનક ગણાવ્યો છે. કોર્ટે આ કેસમાં ગુનેગારને ૨૦ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે, આ સાથે જ કોર્ટે ગુનેગાર કપિલેન્દ્ર મલિકને ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરના જણાવ્યા અનુસાર, આરોપીએ ૬ જૂન, ૨૦૨૨ના રોજ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તે સમયે પીડિતા તેના મિત્રને મળવા આરોપીના ઘરે આવી હતી. આ દરમિયાન આરોપીએ પીડિતાને ફસાવીને રૂમમાં બંધ કરી આ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ પીડિતા ખરાબ રીતે ઘાયલ હાલતમાં તેના ઘરે પહોંચી અને તેની માતાને સમગ્ર ઘટનાની જાણકારી આપી. આ પછી પીડિતા તેની માતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની તે જ સમયે ધરપકડ કરવામાં આવી હતી અને જરૂરી પૂછપરછ બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts