ઓડિશાના બાલાસોરમાં ગયા મહિને ૨ જૂને થયેલી ટ્રેન દુર્ઘટનાને કોણ ભૂલી શકે. આ અકસ્માતે સૌને ચોંકાવી દીધા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી (ઝ્રમ્ૈં) દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે, આ તપાસ દરમ્યાન શુક્રવારે મોટી કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ ૩ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં બાલાસોરના સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહંતો, સોહોના સિનિયર સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયનનો સમાવેશ થાય છે. ત્રણેયની આઈપીસીની કલમ ૩૦૪ અને ૨૦૧ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ૨૫ વર્ષમાં દેશના સૌથી મોટા ટ્રેન અકસ્માતોમાંના એકમાં, ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા જતી જીસ્ફ્ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને બહનાગા બજાર રેલ્વે સ્ટેશન પાસે અકસ્માત થયો હતો. આ ભયાનક અકસ્માતમાં ૨૮૦ થી વધુ લોકોના મોત થયા હતા અને ૧૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. પૂર ઝડપે ચાલતી કોરોમંડલ એક્સપ્રેસ બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન પાસે મુખ્ય લાઇનને બદલે પસાર થતી લૂપમાં ઘૂસી ગઈ હતી અને સ્થિર માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી. ટક્કર બાદ અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ડાઉન લાઇન પર આવી રહેલી જીસ્ફ્ સુપરફાસ્ટ એક્સપ્રેસના પાછળના ભાગ સાથે કેટલાક કોચ અથડાયા હતા. આ દુર્ઘટના બાદ રેલવેએ પહેલા ઝ્રઇજી તપાસના આદેશ આપ્યા અને પછી ઝ્રમ્ૈં તપાસના આદેશ પણ આપ્યા. દુર્ઘટના પછી, રેલવેએ દક્ષિણ પૂર્વીય રેલવેના ઘણા ઉચ્ચ અધિકારીઓની બદલી કરી હતી, જેમના અધિકારક્ષેત્રમાં આ દુર્ઘટના બની હતી. પ્રારંભિક તપાસમાં અકસ્માતના સંભવિત કારણ તરીકે બેદરકારી અથવા ઇરાદાપૂર્વકની દખલગીરીનો સંકેત આપવામાં આવ્યો હતો. તાજેતરમાં, કમિશનર રેલવે સેફ્ટી (ઝ્રઇજી)નો તાજેતરનો અહેવાલ બહાર આવ્યો હતો, જેમાં ટ્રેન દુર્ઘટના પાછળ માનવીય ભૂલ જણાવવામાં આવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એવા સંકેતો છે કે જાે અગાઉની ચેતવણી વિશે માહિતી આપવામાં આવી હોત તો દુર્ઘટના ટાળી શકાઈ હોત. જાે કે, “ઘણા સ્તરે ક્ષતિઓ” હોવાની વાત કરવામાં આવી છે.
ઓડિશા બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કમિશનર રેલવે સેફ્ટીના અહેવાલ અનુસંધાને CBI આવી એકશનમાં

Recent Comments