ગુજરાત

ઓનલાઈન છેતરપીંડી કરતા ૪ આરોપીને પોલીસ આસામ- કોલકતાથી પકડી લાવી

કચ્છમાં મહિના અગાઉ સાયબર ક્રાઈમની બનેલી ઘટનામાં ફરિયાદીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી ૨૯,૪૬,૦૦૦ જેટલી જંગી રકમ ઉપડી ગઈ હતી અને અલગ અલગ ત્રણેક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ કેસની તપાસમાં ઉંડા ઉતરીને પુર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે બે થી ત્રણ દિવસ સુધી બે રાજ્યોમાં એક બાદ એક મળતી લીડને ફોલોઅપ કરીને ચાર આરોપીને પકડી ગાંધીધામ લઈ આવવામાં સફળતા હાંસલ કરી હતી. સામાન્ય રીતે એક એવી છબી છેલ્લા કેટલાક સમયથી જનમાનસમાં ઉભી થઈ રહી હતી ઓનલાઈન છેતરપીંડીના શિકાર બન્યા બાદ આરોપીઓને ઝડપવાની વાત તો દુર, ગયેલા નાણાજ આખા પરત આવી જાય તો ઘણુ, પરંતુ પુર્વ કચ્છમાં થયેલા કેસના આરોપીઓને ફરિયાદીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૨૯.૪૬ લાખ રુપીયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા થયેલા હતા. જેમાંથી ત્રણ બેંક એકાઉન્ટ રાજસ્થાનના ભીલવારા જિલ્લાના આઈસીઆઈસીઆઈ બેંકમાં એકાઉન્ટ હોવાની માહિતીના આધારે, તપાસ કરતા તેના તમામ એકાઉન્ટ કોલકાતા અને આસામ કુરિયર દ્વારા મોકલેલા હોવાનું સામે આવ્યું હતું.

રાજસ્થાન સહિ અલગ અલગ ત્રણ રાજ્યમાં તપાસનો દોર ચલાવીને આ કેસના આરોપીઓ પુલોકેશ રણજીતભાઈ મંડલ (ઉ.વ.૨૬) (રહે. કોલકતા, પશ્ચિમ બંગાળ), શ્રીબાસ કાંતિ અમલેન્દુ બિકાશ (રહે. કચર, આસામ), સિન્ટુ જ્યોત્સના નાગ (રહે. ધનબાદ, ઝારખંડ), અભિશેકસીંગ અશોકકુમાર સીંગ (રહે. હાલ કોલકતા, મુળ ગાંધીનગર) ને પકડી લાવી હતી. આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ સી.ટી. દેસાઈ તથા સાયબર ક્રાઈમ પોલીસના એએસઆઈ સિદ્ધરાજસિંહ અશોકસિંહ ઝાલા, હે. કો. દિવ્યરાજસિંહ રવુભા જાડેજા, વિજયભાઈ નાનજીભાઈ માલોતરીયા, વિક્રમસિંહ નટુભાઅ જાડેજા, અનીલ રતનજીભાઈ વળાગોટ દ્વારા આ સફળ કામગીરી કરાઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા બીજા આરોપીઓ આસામ અને કોલકતા રાજ્યમાં છે, જેથી સાયબર ક્રાઈમ પોલીસ, પુર્વ કચ્છ દ્વારા એક એક ટીમ આસામ અને કોલકતા રવાના કરાઈ હતી. જેમાં આસામથ એક અને કોલકતા (પશ્ચિમ બંગાળ) થી ૩ આરોપી શોધી કાઢ્યા હતા.

Related Posts