ઓનલાઈન ટિકિટ બુકિંગને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઓનલાઈન ટિકિટ બુકિંગ ફી પર મનોરંજન કર લાદી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ર્નિણયને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ર્નિણય સામેની અપીલ ફગાવી દીધી છે. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની ખંડપીઠે ચુકાદો સંભળાવતા કહ્યું કે, તમિલનાડુ એન્ટરટેઈનમેન્ટ ટેક્સ એક્ટ ૧૯૩૯ હેઠળ ઓનલાઈન ટિકિટ બુકિંગ ફી પર મનોરંજન કર લાદી શકાય નહીં. અગાઉ મદ્રાસ હાઈકોર્ટે પણ બુકિંગ ફી પર મનોરંજન કર લાદવાના ર્નિણયને ખોટો ગણાવ્યો હતો.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ વધારાની ફી મનોરંજન માટે નથી. આ સિસ્ટમ દ્વારા, તમને ઘરે બેઠા ટિકિટ ખરીદવાની સેવા આપવામાં આવે છે.
આનો હેતુ એ છે કે તમે તમારી ઊર્જા, સમય અને પેટ્રોલની બચત કરી રહ્યા છો. બદલામાં, તમે ઓનલાઈન સેવા માટે ૩૦ રૂપિયા વધારાના ચાર્જ કરો છો. સુપ્રીમ કોર્ટે અરજદાર દ્વારા ડ્રાઇવિંગ થિયેટર સાથે કરેલી સરખામણીને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે આ ઓનલાઈન બુકિંગનો મામલો છે અને સરખામણીને ખોટી ગણાવી. અગાઉ, જસ્ટિસ બીવી નાગરથનાએ મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે આ વધારાની ફી મનોરંજન માટે નથી, પરંતુ તે લોકોની સુવિધા માટે છે, જેઓ થિયેટરમાં ગયા વિના ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે. સુપ્રીમ કોર્ટ પહેલા, મદ્રાસ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તમિલનાડુ મનોરંજન કર અધિનિયમ, ૧૯૩૯ હેઠળ સિનેમા માલિક દ્વારા પ્રદાન કરવામાં આવતી ઇન્ટરનેટ સેવા પર ટેક્સ લગાવી શકે નહીં. આ પછી કોમશિર્યલ ટેક્સ ઓફિસર દ્વારા હાઈકોર્ટના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
Recent Comments