fbpx
અમરેલી

ઓનલાઈન રોકાણ કરી મોટું વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી કરનારને પકડતી સાઈબર ક્રાઈમ પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા બનતા સાયબર ક્રાઈમ સબંધિત અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમ સબંધિત ગુનાઓના આરોપીને શોધી કાઢી , તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સાયબર ક્રાઈમ પો.સ્ટે . ને માર્ગદર્શન આપવામાં આવેલ હોય .

આ અંગે પરીણામલક્ષી કામગીરી કરી સાયબર ક્રાઈમ સબંધિત પ્રવ્રુતિ અટકાવવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી કે.સી.પારગી , પો.સ.ઇ.શ્રી જી.જે.મોરી , પો.સ. ઇ.શ્રી જે.એમ.કડછા તથા પો.સ.ઇ.શ્રી એચ.બી.કોવાડીયા સાહેબ સાયબર ક્રાઈમ પો.સ્ટે . અમરેલીનાઓએ જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી અરજદારના નાણા પરત આપવાની કામગીરી કરવામાં આવેલ .

♦ ગુનાની વિગતઃ અત્રેના પો.સ્ટે . ખાતે અમરેલી તાલુકાના મોટા ગોખરવાળાના ઘનશ્યામભાઈ અરજણભાઈ કથીરીયાએ તેમનાજ ગામના મહેશભાઈ વલ્લભભાઈ વોરા હાલ સુરતના રહેવાસી વિરુધ્ધ ગુ.ર.નં .૧૧૧૯૩૦૬૩૨૩૦૦૦૨ / ૨૦૨૩ , IPC કલમ ૪૦૬ , ૪૨૦ તથા THE PRIZE CHITS AND MONEY CIRCULATION SCHEMES BANNING_GUJARAT RULES ૧૯૭૮ ની કલમ ૪,૫,૬ તથા GUJARAT PROTECTION OF DIPOSITORS ACT- ની કલમ ૩ તથા I.T. એક્ટ ક .૬૬ ( ડી ) મુજબ ફરિયાદ લખાવવામાં આવેલ હતી . આ બનાવની વિગતમાં આરોપી મહેશભાઈએ તેનાજ ગામના ઘનશ્યામભાઈને વિશ્વાસમાં લઈ FVP Trade નામની ફ્રોડ એપ્લિકેશનમાં રોકાણ કરાવડાવી , દૈનિક ૨-૩ % જેટલું વ્યાજ આપવાની લાલચ આપી , ઉપરાંત વધુ વળતર અપાવવાના બદઇરાદે પોતાના આઇ.ડી માધ્યમે તેમની નીચે વધુ સભ્યો બનાવડાવી વધુ કમીશન અપાવવાની લાલચ આપી કટકે – કટકે કુલ રૂ .૧૫,૫૮,૦૦૦ / – પડાવી લીધેલ .

તા .૧૫ / ૦૩ / ૨૦૨૩ ના રોજ ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં સુરત મુકામેથી ટેકનિકલ સોર્ચ તથા હ્યુમન રિસોર્ચની મદદથી આરોપીને પકડી પાડેલ , પકડાયેલ ઇસમને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે .

→ પકડાયેલ આરોપીની વિગતઃ મહેશ વલ્લભભાઈ વોરા , ઉ.વ .૩૮ , રહે . મોટા ગોખરવાળા , તા . જિ . અમરેલી .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અમરેલીના પોલીસ ઇન્સ.શ્રી કે.સી.પારગી તથા પો.સ.ઇ.શ્રી જી.જે.મોરી તથા પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા પો.સ.ઇ.શ્રી એચ.બી.કોવાડીયા તથા એ.એસ.આઇ. દીપાવલીબેન સોલંકી તથા પો.કોન્સ . રાજેશભાઈ પનોત તથા અંકુરભાઈ સોલંકી તથા નીકુલભાઈ રાઠોડ તથા નયનભાઈ સાવલીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts