ઓમકારેશ્વરમાં ૨૧૦૦ કરોડના ખર્ચે આદિ શંકરાચાર્યની ૧૦૮ ફૂટની પ્રતિમાનું નિર્માણ કરાશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરશે
મધ્યપ્રદેશ તેની સાંસ્કૃતિક વારસો, ધાર્મિક પર્યટન, વન્યજીવ પર્યટન અને કુદરતી સમૃદ્ધિ માટે જાણીતું છે. મધ્યપ્રદેશમાં નવા પર્યટન કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે તેના કારણે અહીંના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેનું જીવંત ઉદાહરણ ઉજ્જૈનનો મહાકાલ કોરિડોર છે. જ્યાં હાલમાં કોરિડોર અને મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ દોઢ લાખ લોકો દર્શનાર્થે આવે છે. મધ્યપ્રદેશ ધાર્મિક પ્રવાસન માટે સમગ્ર ભારતમાં લોકપ્રિય છે.
રાજ્યમાં બે જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે. આ સાથે રાજા રામ મંદિર ઓરછા, શારદાદેવી મા મૈયાર શક્તિપીઠ અને પવિત્ર નર્મદા પરિક્રમા જેવા અલૌકિક સ્થળો છે. અન્ય ધાર્મિક પ્રવાસન સ્થળોમાં પશુપતિનાથ-મંદસૌર, તીર્થરાજ-અમરકંટકનો સમાવેશ થાય છે. ભારતના સૌથી મોટા શિવલિંગોમાંનું એક ભોજપુર, ચિત્રકૂટ છે, જ્યાં ભગવાન રામચંદ્ર તેમના વનવાસ દરમિયાન રોકાયા હતા. મધ્યપ્રદેશમાં આગામી સમયમાં વિવિધ ધાર્મિક સ્થળો પર વિવિધ કોરિડોર અને પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવશે.
ઓમકારેશ્વરમાં ૨૧૦૦ કરોડના ખર્ચે આદિ શંકરાચાર્યની ૧૦૮ ફૂટની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ સપ્ટેમ્બરે કરશે. આ સાથે ઓરછા સ્થિત રાજા રામ મંદિરમાં રાજા રામ લોક (કોરિડોર) પણ બનાવવામાં આવી રહ્યો છે. ઉજ્જૈનમાં બનેલા મહાકાલ લોકની જેમ સાલકાનપુરના વિજયાસન દેવી મંદિરમાં પણ ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે દેવી લોક (કોરિડોર) બનાવવામાં આવશે.
અગ્ર સચિવ પ્રવાસન અને મેનેજિંગ ડિરેક્ટર, મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડ શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે. રાજ્યમાં ધાર્મિક પ્રવાસન સ્થળો પર નવા કોરિડોર અને વિશાળ પ્રતિમાઓનું નિર્માણ પ્રવાસનને વેગ આપશે. આનાથી સ્થાનિક સમુદાયોમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે. મધ્યપ્રદેશના સુરક્ષિત અને સમૃદ્ધ રાજ્યમાં તમારું સ્વાગત કરવામાં અમને આનંદ થાય છે. મધ્યપ્રદેશમાં નવા પર્યટન કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે તેના કારણે અહીંના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેનું જીવંત ઉદાહરણ ઉજ્જૈનનો મહાકાલ કોરિડોર છે. જ્યાં હાલમાં કોરિડોર અને મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ દોઢ લાખ લોકો દર્શનાર્થે આવે છે.
Recent Comments