સૌરાષ્ટ - કચ્છ

ઓમાનના ખસબ ખાતે અલી મદદ નામના વાહણમાં આગ લાગી

જહાજમાં સવાર તમામ ખલાસીઓને અન્ય જહાજ દ્વારા બચાવવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના વહાણમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓમાનના ખસબ ખાતે અલી મદદ નામના વાહણમાં આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સલાયા પરત ફરતી વખતે એન્જિનમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. તો સદનસીબે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જહાજમાં સવાર તમામ ખલાસીઓને તાત્કાલીક ધોરણે અન્ય જહાજ દ્વારા બચાવવામાં આવ્યા હતા. તો બે દિવસ અગાઉ સલાયાના જહાજની જળ સમાધિની ઘટના બની હતી. તો પોરબંદરથી ૭૦ નોટિકલ માઈલ દૂર જહાજ ડૂબ્યુ હોવાની ઘટના બની હતી. સલાયા બંદરનું સ્ન્ફ અલ નિઝામુદ્દીન નામનું વહાણ ડૂબ્યું હતુ. તો જહાજમાં ચોખા અને ટાઈલ્સ સહિત જનરલ કાર્ગોથી ભરેલું હતુ. તેમજ ખરાબ હવામાનના કારણે જહાજે જળસમાધિ લીધી હોવાનું સામે આવ્યું છે. તો જહાજમાં સવાર ૧૩ ખલાસીઓને તાત્કાલિક અન્ય બોટ દ્વારા બચાવવામાં આવ્યા હતા.

Related Posts