રાષ્ટ્રીય

ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતાં ઓછો ખતરનાક: નિષ્ણાંતનો દાવો

નવા વેરિયન્ટ અંગે વધુ વિગતો આવતા સમય લાગી શકે છે, પરંતુ તેના અંગે કેટલીક બાબતો સ્પષ્ટ થઈ ચૂકી છે. તેમણે જણાવ્યું હતું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધારે ઝડપથી ફેલાય છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ઓમિક્રોન વેક્સીનેશન કે છેલ્લા ઇન્ફેક્શનની ઇમ્યુનિટીથી બચી નીકળી શકે છે તેનો જવાબ ફાઉચીએ હામાં આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં મળતો એપિડોમોલોજી ડેટા તેનો પુરાવો છે. ઓમિક્રોન સામે હાલમાં વેક્સીન બનાવતા એન્ટીબોડીઝના લેબ ટેસ્ટિંગનુંપરિણામ કેટલાક દિવસોની અંદર આવી જવું જાેઈએ. ઓમિક્રોનની ગંભીરતા પર સવાલ કરતા ડો. ફાઉચીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન નિશ્ચિતરૃપે ડેલ્ટા કરતાં વધારે ભયજનક નથી.

તે અગાઉના વેરિયન્ટની તુલનાએ ઓછો ભયજનક હોઈ શકે છે. જાે દક્ષિણ આફ્રિકામાં જાેઈએ તો ત્યાં ચેપગ્રસ્તોની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ થયેલાઓની સંખ્યા ડેલ્ટાના દર્દીઓની તુલનાએ ઓછી છે ફાઉચીએ જણાવ્યું હતું કે તે સારી વાત છે કે એક ઝડપથી ફેલાતો વેરિયન્ટ વધારે ખરાબ સ્થિતિ સર્જતો નથી અને તેના લીધે હોસ્પિટલાઇઝેશનમાં કે મોતના આંકડામાં પણ ઝડપથી વધારો થતો નથી. જાે કે પરિસ્થિતિ ત્યારે વધારે ખરાબ થશે જ્યારે ઝડપથી ફેલાતો વેરિયન્ટ ગંભીર માંદગીનું કારણ બનશે. મને લાગતું નથી કે આવી સ્થિતિ આવવાની છે, પરંતુ તેના અંગે ખાતરીપૂર્વક કશું કહી ન શકાય.કોરોના વાઇરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકાના ચેપી રોગ નિષ્ણાત ડો. એન્થની ફાઉચીએ કહ્યું છે કે કોરોનાના નવા વેરિયન્ટને જાેતાં કેટલાય દેશોએ પોતાની સરહદ બંધ કરી દીધી છે, પણ આ વેરિયન્ટ ડેલ્ટા સહિતના જૂના વેરિયન્ટથી વધારે ભયજનક નથી.

Related Posts