ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં શનિવારે હાઈ વોલ્ટ્રેજ ડ્રામા જાેવા મળ્યો. આ હોબાળો બીજા કોઈએ નહીં પરંતુ ઓડિયા ફિલ્મોના જાણીતા એક્ટર બાબુશાન મોહંતીની પત્ની તૃપ્તિ સત્પતિ દ્વારા કરવામાં આવ્યો હતો. તેનું કારણ પણ અભિનેતા જ હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં જાેઈ શકાય છે કે તૃપ્તિ પતિની કો-એક્ટ્રેસ અને તેની કથિત ગર્લફ્રેન્ડ પ્રકૃતિ મિશ્રા સાથે ઝઘડો કરે છે અને હંગામો મચાવે છે. વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે તે પોતાના પતિ અને તેની કથિત ગર્લફ્રેન્ડને કારમાં રંગે હાથ પકડી પાડે છે અને તેમને પકડીને કારમાંથી નીચે ઉતારે છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે, બાબુશાનની પત્ની તેની ટી-શર્ટ પકડીને ખેંચે છે, જેના કારણે તેની ટી-શર્ટ ફાટી જાય છે. આ મામલો અહીં જ શાંત નથી થતો, તેને એક્ટ્રેસને માર માર્યો હતો. આ દરમિયાન પ્રકૃતિ મિશ્રાએ લોકો પાસેથી મદદ માગી, પરંતુ અહીં લોકો તેની સાથે સેલ્ફી લેઈ રહ્યા હતા તો કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું હતું. પ્રકૃતિ મિશ્રાને ભાગી જતા રોકવાથી તેને કારમાં બેસાડી દેવામાં આવે છે. જાે કે, પાછળથી તે કોઈક રીતે કારમાંથી બહાર આવે છે અને એક્ટ્રેસ ઓટોમાં બેસીને જતી રહે છે. એક્ટ્રેસ પ્રકૃતિ મિશ્રાની માતાએ આ મામલે કેસ નોંધાવ્યો છે.
આ વિશે એક ઓફિસરની તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિ મિશ્રાની માતાએ ખારવેલ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તેની દીકરી કામ પર જઈ રહી હતી તો અજાણ્યા લોકો દ્વારા તેની કારને અટકાવી દેવામાં આવી અને તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવી. ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રતીક સિંહ વતી એવું કહેવામાં આવ્યું કે, કલમ ૩૪૧ (ખોટી રીતે અટકાયત), ૩૨૩ (ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવી) અને ૫૦૬ (ગુનાહિત ધમકી) અંતર્ગત હ્લૈંઇ દાખલ કરી છે.
૨૭ વર્ષીય પ્રકૃતિના પિતા ઓરિસ્સાના જાણીતા મ્યૂઝિક ડિરેક્ટર મનમાથ મિશ્રા છે. તેની માતા કૃષ્ણાપ્રિયા ન્યૂઝ રીડર છે. પ્રકૃતિએ પાંચ વર્ષની ઉંમરથી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. ૨૦૦૫માં ઓરિસ્સાની સિરિયલ ‘તુલસી’માં સ્મૃતિનો રોલ પ્લે કરીને તે જાણીતી બની હતી. પ્રકૃતિએ હિન્દી ફિલ્મ ‘મસાલા સ્ટેપ્સ’માં કામ કર્યું છે. આ ઉપરાંત હિન્દી સિરિયલ ‘ત્રિદેવિયાં’માં પણ કામ કર્યું છે. ૨૦૨૦માં હિન્દી વેબ સિરીઝ ‘ક્લાસ ઓફ ૨૦૨૦’માં પ્રકૃતિ જાેવા મળી હતી. એક્ટ્રેસે મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. પ્રકૃતિને ‘હેલ્લો અર્સી’ માટે સ્પેશિયલ મેન્શન નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો.
Recent Comments