ભાવનગર

ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ ના વાવાઝોડાં ગ્રસ્ત લોકોને મોરારિબાપુ તરફથી ૫ લાખની સહાય

થોડા દિવસો પહેલાં પશ્ચિમ ભારત ના અમુક વિસ્તારો માં વાવાઝોડાએ તારાજી સર્જી હતી. આ સમાચારની શાહી હજૂ સૂકાઈ નથી ત્યાં ગત બે દિવસો પહેલાં ‘યાસ’ નામનાં વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં તારાજી સર્જી છે. આ વાવઝોડાના ને લઈ લાખો રૂપિયા ની નુકશાની થઇ છે.         આ વાવાઝોડાં ગ્રસ્ત લોકોને તત્કાલ સહાય માટે શ્રી. હનુમાનજીની પ્રસાદી રૂપે મોરારિબાપુએ ઓરિસ્સા ના અસરગ્રસ્ત પરિવારો માટે ૨.૫ લાખ રૂપિયા અને એ જ પ્રમાણે પશ્ચિમ બંગાળ ના વાવાઝોડાં ગ્રસ્ત લોકોને પણ ૨.૫ લાખ રૂપિયા એમ ફૂલ ૫ લાખની સહાય મોકલી આપવા જણાવેલ છે. રામકથાના કોલકત્તા સ્થિત શ્રોતા દ્વારા બંને રાજ્યોના અસરગ્રસ્તો માટે આ રકમની વહેંચણી કરવામાં આવશે તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું છે.

Follow Me:

Related Posts