fbpx
બોલિવૂડ

ઓરીએ ક્રુઝ અને બીચના ફોટો શેર કર્યાઅનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ક્રૂઝ પર થઈ ગઈ

બિઝનેસમેન મુકેશ અંબાણીના સૌથી નાના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સિલેબ્રેશનની શરુઆત ૨૯મે થી થઈ ગઈ છે. જેમાં દિગ્ગજ હસ્તીઓ પણ પહોંચી ચુકી છે, આ ક્રુઝમાં ૨૯ મેથી લઈ ૧ જૂન સુધી પાર્ટીની ધમાલ જોવા મળશે. ઈટલીથી શરુ થઈ ફ્રાન્સ સુધી ૪૩૮૦ કિલોમીટરની સફર થશે. આ દરમિયાન ડીજી પાર્ટી, મોજ-મસ્તીની પણ ધમાલ જોવા મળશે, બોલિવુડ સ્ટાર પણ આ પ્રી-વેડિંગમાં પહોંચી ચુક્યા છે. ત્યારે આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં સામેલ ઓરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. ઓરીનું સાચું નામ ઓરાહન અવત્રામણિ છે. ઓરી ફિલ્મ સ્ટાર્સ તેમજ રિલાયન્સ પરિવાર સાથે ખૂબ જ ગાઢ બંધન ધરાવે છે.

અનંત અંબાણીના લગ્ઝરી ક્રુઝ પાર્ટીની ચર્ચાઓ હાલ બધાજ લોકોના મોઢેથી સાંભળવામાં આવી રહી છે. આ વચ્ચે ઓરીએ ક્રુઝ અને બીચના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ સાથે તેમણે લખ્યું પરફેક્ટ ર્મોનિંગ, આ સિવાય ઓરીએ ઈટાલીના પોએટો બીચની સુંદર ઝલક બતાવી છે. આ સિવાય આ ક્રૂઝનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ ઝલકમાં ક્રૂઝની અંદરનો દરેક ખૂણો પણ બતાવવામાં આવી રહ્યો છે.

Follow Me:

Related Posts