ગુજરાત

ઓલપાડની ૧૪ વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરનારાને ૨૦ વર્ષની સજા

ઓલપાડ ખાતે રહેતી ૧૪ વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે ૨૦ વર્ષની સજા કરતો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી વિશાલ ફળદુએ દલીલો કરી હતી. ત્રીજા એડિશનલ સેશન્સ જજ દિલીપ મહિડાએ પોતાના ચુકાદામાં પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરવાની સાથે નોંધ્યુ હતુ કે, પીડિતા સગીર છે તે જાણવા છતાં આરોપીએ એક કરતા વધુવાર બળાત્કાર ગુજાર્યો હતો. કેસની વિગત મુજબ ઓલપાડ ખાતે રહેતા આરોપી રાહુલ પરમાર પોતાના ઘરની નજીક જ રહેતી ૧૫ વર્ષીય કિશોરીને લગ્નની લાલચે તા.૧૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ લગ્નની લાલચે ભગાવી ગયો હતો અને પીડિતા સાથે એક કરતા વધુવાર બળાત્કાર ગુજાર્યો હતો. જાે કે, બાદમાં પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામેનો કેસ સુરત સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જાે કે, પીડિતાએ કયા કપડા પહેર્યા હતા તેનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી. પોલીસે આ કપડા પણ રિકવર કર્યા નથી.

Related Posts