ઓલપાડ-સુરત રાજ્ય ધોરી માર્ગ પર માસમા ગામ નજીક સરકારી બોલેરો ગાડીથી શ્રમજીવી બાઈકના ચાલકને પાછળથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં રાજ્ય ગૃહ વિભાગે સંજય પટેલને શહેર હોમગાર્ડ કમાન્ડરના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ માસમા ગામે ટેક્ષટાઇલ યુનિટમાં કામ કરતો રાજેન્દ્ર કેવટ યુવક ગત તારીખ 14 જાન્યુઆરી 2022ની સાંજે તેના મિત્રની માસમા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પુરપાટ ઝડપે દોડતા સરકારી બોલેરો વાહનના અજાણ્યા ચાલકે પોતાના કબજાનો બોલેરો પુરઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી રાજેન્દ્ર કેવટના મિત્રની મોટર સાઇકલને પાછળથી ટક્કર મારતા તેનું ઘટના સ્થળે પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. જયારે અકસ્માત કરી સરકારી બોલેરાનો વાહન ચાલક ઘટના સ્થળેથી ગાડી લઈને ભાગી ગયેલ. ઘટનાની તલસ્પર્શી તપાસ કરતા સુરત શહેર હોમગાર્ડ કમાન્ડન એડવોકેટ સંજય કાંતિલાલ પટેલે (રહે માસમાં) ના હોમગાર્ડ વિભાગ તરફથી સરકારી કામો માટે ફાળવવામાં આવેલી સરકારી બોલેરો ગાડી પોતે હંકારી લાવી પરપ્રાંતીય યુવકને અકસ્માત કરતા મોત થયું હતું અને ગાડી લઈને ભાગી છુટેલા હોવાનું ઉપરાંત અકસ્માતવાળી સરકારી ગાડી પરથી અકસ્માતની ઘટનાનો પુરાવો નાસ કરવા ગાડીમાં થયેલી નુકસાની રીપેરીંગ કરાવી હોવાનું પણ તપાસમાં નોધાયું છે. આ ઘટનામાં રાજ્ય ગૃહ વિભાગે એડવોકેટ સંજય પટેલને સુરત શહેર હોમગાર્ડ કમાન્ડન્ટના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે.
ઓલપાડ : નિર્દોષ બાઈક ચાલકનો ભોગ લેનાર હોમગાર્ડ કમાન્ડરને રાજ્ય ગૃહ વિભાગે હોદા પરથી દુર કર્યા

Recent Comments