ગુજરાત

ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આયોજીત આચરી સ્પર્ધામાં પાટણ યુનિ.ની ખેલાડીએ ગોલ્ડ મેળવ્યો

તાજેતરમાં ગુરુકાસી યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની આચરી સ્પર્ધા ૨૦૨૨-૨૩ માં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ખેલાડી ભગોરા ભાર્ગવી વર્ગીસકુમારે બહેનોનાં વિભાગમાંથી ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ખેલાડી ભગોરા ભાર્ગવી વર્ગીસકુમારે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની આયોજિત આચરી સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતું. જેથી યુનિવર્સિટી પરિવાર સહિત શારિરીક શિક્ષણ નિયામક ડો. ચિરાગ પટેલ દ્વારા શુભકામનાઓ પાઠવી રમત ગમત ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવી કામના વ્યક્ત કરી હતી.

Follow Me:

Related Posts