fbpx
અમરેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન અને અમરેલી યુથ વિંગ દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો

સમગ્ર ગુજરાત રાજય અને અમરેલી જિલ્લા માં કોવિડ રસીકરણ અભિયાન માં 18 થી 44 વર્ષ ની વય જૂથ ના ઓએ પહેલો ડોઝ અને 45 વર્ષ થી વધુ વયના ઓ ને પહેલો ડોઝ અને બીજો ડોઝ આપવામાં આવી રહીયો છે ત્યારે  ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન  દ્વારા વેક્સિનેશન મેમણ જમાત ખાને બપોરે 03:30 થી સાંજે 05:30 વાગ્યા સુધી માં 50 થી વધુ લાભાર્થી ઓ રેકોર્ડ બ્રેક મુસ્લિમ સમાજ માં જાગૃતિ લાવી ને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ એ સારું આયોજન કરેલ હતું અને કોવીસીલ્ડ વેક્સિનેશન મુકવામાં આવી હતી મોટાભાગ ના યુવાનો વેક્સીન લીધેલ હતી તેમજ બીજા લોકો વધુમાં વધુ વેક્સીન લે તેવા પ્રયત્ન કરવામાં આવેલ હતા આગામી દિવસો માં જુદી જુદી જગ્યા વેક્સીન માટે જાગ્રતિ લાવ કેમ્પ કરવામાં આવશે  આ તકે  આરોગ્ય ના ડો. સિન્હા સાહેબ , અક્રમ કલીમલી, ક્રિષ્ના બેન,મિતલ પરમાર આરોગ્ય ના સ્ટાફે સારી કામગીરી કરી હતી

આ કેમ્પ માં આમંત્રિત મહેમાનો AIMJF V.P.યુનુસ ભાઈ દેરડીવાળા,મેમણ સમાજ આગેવાન રાજુભાઈ મિલન,મુસ્લિમ સમાજ ના આગેવાન રફીક ભાઈ ચૌહાણ,જાવેદ ખાન પઠાણ,WMO ના અમરેલી યુથ વિંગ પ્રમુખ તન્વીર ગીગાણી,WMO ના અમરેલી યુથ વિંગ ઉપપ્રમુખ ડો.જુનેદ સાહેબ,અમન પઢીયાર હાજરી આપેલ હતી ને યુથ ની કામગીરી ને બિરદાવી હતી. આ કેમ્પ નું આયોજન AIMJF યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડીનેટર અજીમ લાખાણી,AIMJF યુથ વિંગ અમેરલી ના સેક્રેટરી અસ્ફાક ધાનાણી,સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના ટ્રસ્ટી વસીમ ધાનાણી જહેમત ઉઠાવી હતી

Follow Me:

Related Posts