ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ ભાવનગર અને સૌરાષ્ટ્ર ઝોન દ્વારા રણછોડ દાસ આશ્રમ ટ્રસ્ટ ના સહયોગ થી આજરોજ સોમવારે મોતિયા નો વિનામૂલ્ય ચકાસણી 45 ઉપરાંત દર્દી ઓને મોતિયા નું ઓપરેશન કરાવવા માટે રાજકોટ વિનામૂલ્ય લઇ જવામાં આવેલ.
આ કેમ્પ ને સફળ બનાવવા માટે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ ભાવનગર ના ઇન્ચાર્જ અલ્તાફભાઈ બોરડીવાલા તથા તેમની ટીમ ના સભ્ય અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના NEC મેમ્બર અમીનભાઈ હમદાણી,અકબરભાઈ ખીમાણી, તથા ઝોનલ સેક્રેટરી સત્તારભાઈ ચુગડ ભારે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ ની સફળતા માટે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ ઇકબાલભાઇ ઓફિસર,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ યુથ વિંગ ચેરમેન ઇમરાન ફ્રુટવાલા,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર યાસીન ડેડા,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડીનેટર અજીમ લાખાણી,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન સેક્રેટરી આદિલ દૌલા એ શુભેચ્છા આપેલ હતી
Recent Comments