fbpx
અમરેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો – ઓડીનેટર તરીકે અજીમ લાખાણીને પાછી જવાબદારી સોંપાઈ

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો – ઓડીટર તરીકે અજીમ લાખાણી ની વરણી કરાઈ જેને સર્વ એ આવકારી છે ઇતિહાસ માં સૌથી નાની વય ના અને અમરેલી જિલ્લા માંથી માત્ર એક જ એવા અજીમ લાખાણી 2018 થી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સાથે જોડાયેલા હોવા ઉપરાંત વિધાર્થી કાળ થી જ સેવા ના ભાવ સાથે અને વિધાર્થી ઓન પ્રશ્ન સતત કાર્ય કરતા રહિયા છે અમરેલી મેમણ જમાત માં સભ્ય તરિકે તેમની સેવા નોંધ પાત્ર રહી છે અને અમરેલી ની વિવધ સંસ્થા સાથે જોડાયેલા છે.

આગામી દિવસો મા અમરેલી સિટી ઇન્ચાર્જ ની નિમરૂક અજીમ લાખાણી દ્વારા કરવામાં આવશે ઉપરાંત ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ ના પધાઅધિકારી સાથે સંકલન કરી અમરેલી તાલુકા માં પણ યુથ ની રચના કરવામાં આવશે . અજીમ લાખાણી વધુ માં જણાવેલ કે ફેડરેશન દ્વારા જે યોજના ચાલે છે જેમા હાઉસિંગ હેલ્થ મેરેજ હેલ્પ મેડિકલ હેલ્પ ચાલે છે જેમાં અમરેલી ઘણા પરિવારે ને હાઉસિંગ હેલ્પ મળેલ છે.

આથી અજીમ લાખાણી દ્વારા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પુમુખ ઈકબાલ મેમણ ઓફિસર , યુથ વિંગ ચેરમેન ઇમરાનભાઈ ફુટવાળા , નેશનલ સેક્રેટરી યાસીન ડેડા , સૌરાષ્ટ્ર યુથ વિગ કન્વીનર આદિલ દોલા , સૌરાષ્ટ્ર ઝોન ના ઉપપ્રમુખ યુનુસભાઇ દેરડીવાલા , ઇમ્તયાઝભાઈ પોઠીયાવાલા અમરેલી ઝોનલ સેક્રેટેરી અલ્તાફભાઈ નગરિયા નો આભાર વ્યક્ત કરેલ છે

Follow Me:

Related Posts