ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના અમરેલી જિલ્લા ના સાવરકુંડલા યુથ વિંગ ની ટીમ જાહેર કરવામાં આવી ઇમરાન થારાણી (ઝમઝમ) ની સાવરકુંડલા સિટી ઇન્ચાર્જ તરિકે નિમણુક કરી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર નું સ્વપ્ન અને મિશન કે ભારતની સમગ્ર મેમણ જમાતમાં યુવા ટિમ બને અને તેવો તેમની જમાત અને ફેડરેશનને મજબૂત કરે અને સૌરાષ્ટ્ર ના મેમણ યુવાનો ફેડરેશન સાથે જોડાય ને ફેડરેશન અને તેમની લોકલ જમાત ની પવૃત્તિ માં રસ લઇ ને આગળ આવે તે હેતુ થી માર્ચ 2018 માં સૌરાષ્ટ્ર માં યુથ વિંગ ની સ્થાપના કરવા માં આવી.
સૌરાષ્ટ્ર યુથ વિંગ મજબૂત બને તે હેતુ થી ઓલ ઇન્ડિયા મેમણ જમાત પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર અને યુથ વિંગ ના ચેરમેન ઇમરાન ફુટવાળા અને નેશનલ સેક્રેટરી યાસીનભાઈ ડેડા ની મંજુરી થી સૌરાષ્ટ્ર ઝોન ના ઉપપ્રમુખ યુનુસભાઇ દેરડીવાલા ના માર્ગદર્શન નીચે સાવરકુંડલા મેમણ જમાત પ્રમુખ આસિફભાઇ હિંગોરા ચર્ચા કરીને સૌરાષ્ટ્ર ઝોનના યુથ વિંગ ઇન્ચાર્જ આદિલ દોલા અને કો-ઓર્ડીનેટર એઝાઝ નેવીવાલા અને કન્વીનર એડવોકેટ અજીમ લાખાણી દ્વારા AIMJF સાવરકુંડલા ના ઇન્ચાર્જ તરિકે ઇમરાન થારાણી (ઝમઝમ) ની નિમણુક કરી છે સાવરકુંડલા માં આગામી દિવસો માં અનેક કેમ્પ નું આયોજન કરવામાં આવશે.
આ નિમણુક ને સાવરકુંડલા મેમણ જમાત પ્રમુખ આસિફભાઇ હિંગોરા, ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ઝોનલ સેક્રેટરી અશરફભાઈ કાસ માણી, વસીમ ધાનાણી, ઈરફાન શેખાણી દ્વારા અવકારેલ છે.
Recent Comments