ઓલ ઇન્ડીયા સિવિલ સેવાની સ્વીમીંગ સ્પર્ધા માટે મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્યની પસંદગી થઇ
ભારત સરકારના અખિલ ભારતીય મુલ્કી સેવાની તરણ સ્પર્ધા માટે ગુજરાતના ખેલાડી તરીકે મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્ય બી.એ.વાળા ની પસંદગી થઇ છે સચિવાલય જીમખાના,ગાંધીનગર ખાતે પસંદગી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં દેશની રાજધાની દિલ્લી ખાતે દેશના તમામ રાજયોના ખેલાડીઓ વચ્ચે યોજાનાર સ્વીમીંગ સ્પર્ધા માટે પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્ય બી.એ.વાળા ની પસંદગી થઇ છે અને તેઓ નવી દિલ્લીના તાલકટોરા સ્ટેડીયમ ખાતેના સ્વીમીંગ પુલમાં આગામી તારીખ;૫/૧/૨૦૨૩ થી તા; ૭/૧/૨૦૨૩ સુધી યોજાનાર સ્પર્ધા માટે અમદાવાદ થી દિલ્લી પ્લેન મારફત જશે અને સમગ્ર ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં તેમના વિધાર્થીઓ ચેકડેમમાં પ્રેકટીસ કરીને વર્ષ ૨૦૧૮ થી દરવર્ષે સૌથી વધુ મેડલ મેળવે છે અને તેઓ પોતે પણ ગુજરાત રાજયના ખેલાડી તરીકે રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા માટે પસંદ થયા છે એ સમગ્ર ભાવનગર જિલ્લા માટે ગૌરવની બાબત છે.
Recent Comments