ઓલ ઈન્ડિયા ક્ષેત્રે લાંબી કૂદમાં અનોખી સિધ્ધિ મેળવતાં અમરેલી જિલ્લાના ગાવડકા પ્રાથમિક શાળાના માલવિયા નૂતનબેન.

તેમની આ સિધ્ધિને સાવરકુંડલાના અગ્રણી બિલ્ડર કરશનભાઈ ડોબરીયાએ બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી.ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં પ્રથમ વખત લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર હીટ અને ફીટ માલવિયા નુતનબેન.. ૨૦ થી વધારે નેશનલ ગેમ્સનો અનુભવ દસથી વધારે ગોલ્ડ ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવનાર ફરી એકવાર અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી.. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ દ્વારા ચંદીગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત એટલેટીક્સ મિટમાં ગુજરાતની પ્રથમ મહિલા માલવિયા નૂતનબેને લાંબી કુદમાં ગોલ્ડ મેડલ મેળવી અમરેલી જિલ્લાની ગાવડકા પ્રા. શાળા તથા સમગ્ર શિક્ષણ વિભાગનું નામ રોશન કર્યું.તેની આ સિધ્ધિને સાવરકુંડલાના અગ્રણી બિલ્ડર કરશનભાઈ ડોબરીયાએ બિરદાવી અને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
Recent Comments