દામનગર શહેરી વિસ્તાર સહિત ના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પછાત વસાહતો વેરાન વગડા રોડ રસ્તા ઓ સહિત દુર્ગમ વિસ્તારો માં કડકડતી ઠંડી ગિષ્મ નો અહેસાસ કરાવતા બેન્કેટ ધાબળા વિતરણ કાર્ય નો પ્રારંભ ઓશિયા જેમ્સ ના મોભી ધાનેરાવાસી હાલ સુરત-મુંબઈ જેન વણિક ઉદારદિલ દાતા પ્રકાશચંદ્ર સૂરજમલ ગાંધી પરિવાર તરફ થી દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માં ગરીબ ગુરબા અતિથિ અભ્યાગત
ભિક્ષુક રસ્તે રજળતા ઠંડી થી ઠુંઠવાતા અનેકો પરિવારો માં ધાબળા બેન્કેટ વિતરણ કાર્ય નો પ્રારંભ કર્યો હતો દામનગર શહેર ના રાભડા રોડ વાદીપરા વિસ્તાર માં વસતા લાલવાદી મદારી સમાજ તેમજ ઠાંસા રોડ મફત પ્લોટ વિસ્તાર પાછળ ની ઝૂંપડ પટ્ટી સહિત ના વિસ્તારો માં ખૂબ મોટા પ્રમાણ માં ધાબળા વિતરણ કરાયું હતું ઢસા ના સેવાભાવી શ્રેણીકભાઈ ડગલી દામનગર સુરેશભાઈ બી અજમેરા નટુભાઈ ભાતિયા સહિત ના સ્વંયમસેવી યુવાનો દ્વારા ગાંધી પરિવાર ની સખાવત જરૂરિયાત મંદ પરિવારો સુધી પહોંચાડી કડકડતી ઠંડી માં ઠુંઠવાતા પરિવારો ની મદદે ધાબળા વિતરણ અભિયાન નો પ્રારંભ કરાયો હતો
Recent Comments