રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયાએ આ ર્નિણય પલટી ઈઝરાયેલને આપ્યો મોટો ઝટકો, જાણો કેમ કર્યું?..

ઓસ્ટ્રેલિયાની સરકારે ઈઝરાયેલને મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાનો આ ર્નિણય અત્યંત ચોંકાવનારો છે. વાત જાણે એમ છે કે ઓસ્ટ્રેલિયાએ મંગળવારે ગત સરકાર તરફથી પશ્ચિમ જેરુસેલમને ઈઝરાયેલની રાજધાની તરીકે માનયતા આપવાનો ર્નિણય પલટી નાખ્યો છે. સરકારનું કહેવું છે કે આ મુદ્દાને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ વાર્તાના ભાગ તરીકે જાેવો જાેઈએ. આના પર ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રીએ શું કહ્યું એ જાણવું પણ જરૂરી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે એક મીડિયા બ્રિફિંગ દરમિયાન કહ્યું કે, ઓસ્ટ્રેલિયા હંમેશા દ્વીમાર્ગી વાર્તાથી કોઈ પણ સમસ્યા કે વિવાદના સમાધાનને લઈને પ્રતિબદ્ધ છે.

તેમાં ઈઝરાયેલ અને ભવિષ્યનું પેલેસ્ટાઈન રાજ્ય પણ સામેલ છે. જ્યાં શાંતિ અને સુરક્ષા જરૂરી છે. જે શાંતિની સંભાવનાને નબળી કરે તેવા દ્રષ્ટિકોણનું અમે સમર્થન નહીં કરીએ. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં સ્કોટ મોરિસનના નેતૃત્વવાળી રૂઢીવાદી ગઠબંધન સરકારે મધ્ય પૂર્વની દાયકાઓની નીતિને પલટતા ઔપચારિક રીતે પશ્ચિમ જેરૂસેલમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી હતી. પરંતુ નવા પીએમએ હવે ગત સરકારના ર્નિણયને પલટી નાખ્યો છે.

Related Posts