fbpx
રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયાએ વિદેશી પ્રવાસીઓ માટે શરતો સાથે દ્વાર ખુલ્યા

ઓસ્ટ્રેલિયન સરકારે લગભગ બે વર્ષ પછી કોવિડ-૧૯ પ્રતિબંધોને હળવા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ સોમવારથી કેટલીક શરતો સાથે દેશમાં આવવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયા વિશ્વના તે દેશોમાંથી એક હતું, જેણે કોરોના મહામારીને કારણે કેટલાક ખૂબ જ કડક પગલાં લીધા હતા. લગભગ બે વર્ષ પછી રસીકરણ પૂર્ણ કરનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સિડની એરપોર્ટ પર શુભેચ્છકો દ્વારા કોઆલાનું રમકડું બતાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ઑસ્ટ્રેલિયાના કેટલાક જાણીતા ખાદ્યપદાર્થો આપવામાં આવ્યા હતા, જેમાં ટિમ ટેક ચોકલેટ બિસ્કિટ અને વેજેમાઈટની બોટલનો સમાવેશ થાય છે. લોસ એન્જલસથી ક્વાન્ટાસ ફ્લાઈટમાં પ્રથમ મુસાફરોને આવકારવા માટે ફેડરલ ટુરિઝમ મિનિસ્ટર ડેન તેહાન સ્થાનિક સમય અનુસાર સવારે ૬.૨૦ વાગ્યે હાજર હતા. તેમણે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટ કોર્પ ટેલિવિઝનને કહ્યું, ‘હું માનું છું કે અમારું પ્રવાસન બજાર ફરીથી મજબૂત રીતે ઉભરી આવશે. અમારા અદ્ભુત અનુભવોનો અંત આવ્યો નથી.

ગૃહપ્રધાન કેરેન એન્ડ્રૂએ કહ્યું કે તમામ મુસાફરોના રસીકરણની સ્થિતિની તપાસ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પહેલા કરવામાં આવશે, જેથી ટેનિસ ખેલાડી નોવાક જાેકોવિચ જેવી સ્થિતિ ઊભી ના થાય. ઉલ્લેખનીય છે કે જાેકોવિચને ઓસ્ટ્રેલિયા રવાના થયા પહેલા સ્પેનમાં ઓટોમેટિક પ્રક્રિયા દ્વારા વિઝા આપવામાં આવ્યા હતા પણ મેલબોર્ન પહોંચવા પર કોરોનાના નિયમોના કારણે તેમને પરત મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને તેના કડક નિયમોના કારણે દુનિયાભરમાં આલોચનઓનો સામનો પણ કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ધીમી કરવાના પ્રયત્નમાં માર્ચ ૨૦૨૦માં નાગરિકો અને રહેવાસીઓ સિવાય લગભગ દરેક માટે તેની સરહદો બંધ કરી દીધી હતી. મુસાફરી પ્રતિબંધ હેઠળ લોકો કોઈપણ છૂટ વિના વિદેશ પ્રવાસ કરી શકતા નહતા. તેમને દેશમાં પ્રવેશવા માટે કડક નિયમોનું પણ પાલન કરવું પડતું હતું. આ દરમિયાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયાને સોમવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું ન હતું, ત્યાં ૩ માર્ચ સુધી કોઈ પ્રવેશ થશે નહીં.

Follow Me:

Related Posts