ઓસ્ટ્રેલિયાના બીચ પર બે હેલિકોપ્ટર વચ્ચે જાેરદાર ટક્કર થતા અકસ્માત, ૪ મુસાફરોના મોત
ઓસ્ટ્રેલિયાના બીચ પર બે હેલિકોપ્ટર વચ્ચે જાેરદાર ટક્કરથતાં ચાર મુસાફરોના મોત નીપજ્યાં છે અને ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને તત્કાળ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ક્વીન્સલેન્ડના પોલીસ કાર્યકારી નિરીક્ષક ગેરી વોરેલે આ ઘટના અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગોલ્ડ કોસ્ટના ઉત્તરીય બીચ મેઇન બીચના સી વર્લ્ડ થીમ પાર્ક નજીક એક હેલિકોપ્ટર લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે બીજું હેલિકોપ્ટર ટેક ઓફ થવા જતાં ટક્કર થઈ હતી. એક હેલિકોપ્ટર કિનારે સુરક્ષિત રીતે ઉતર્યું હતું, પરંતુ બીજા હેલિકોપ્ટરનો કાટમાળ વેખરાઈ ગયો હતો. તેના સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકો મુસાફર હતા.
આ ઘટના અંગે વોરેલે વધુમાં જણાવ્યું હતું કે, આસપાસની જનતા અને પોલીસના સભ્યોએ લોકોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઇજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. લોકોને ઉંધા થઈ ગયેલા એરફ્રેમથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરાયો હતો. અકસ્માત બાદ જેટ સ્કીઝ પરના લોકો, ફેમિલી બોટર્સ મદદ કરવા દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક હેલિકોપ્ટરની વિન્ડસ્ક્રીનમાં નુકસાન થયું છે. આ હેલિકોપ્ટરના મુસાફરોને પણ તબીબી સહાય મળી રહી છે. ક્રેશના ફૂટેજમાં એક હેલિકોપ્ટર ટેકઓફ પછી તરત જ બીજા હેલિકોપ્ટર સાથે અથડાયું હોવાનું જાેવા મળ્યું છે. સી વર્લ્ડ હેલિકોપ્ટર્સ કંપનીએ ઘટનાના મૃતકો અને ઇજાગ્રસ્તો અંગે સંવેદના વ્યક્ત કરી છે અને ક્રેશની તપાસ સંભાળી રહેલા અધિકારીઓને સહકાર આપી રહી હોવાનો દાવો કર્યો છે. આ બનાવમાં કંપનીએ બંનેમાંથી કયા હેલિકોપ્ટરને ઓપરેટ કર્યું હતું તે વાતનો ખુલાસો કર્યો હતો.
નિવેદનમાં તપાસને કારણે વધુ કોમેન્ટ્સ ન કરી શકવાનું જણાવાયું છે. જ્હોન નામના સાક્ષીએ મેલબોર્ન રેડિયો સ્ટેશન ૩છઉને સી વર્લ્ડના ક્રેશનો અવાજ સાંભળ્યો હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે થીમ પાર્કનો સ્ટાફ ક્રેશની નજીકના વિસ્તારોને બંધ કરવા માટે ઝડપથી આગળ વધ્યો હતો. તેમણે ઉમેર્યું કે, મોટો ધમાકો થયો હતો, એ બહુ મોટું હતું. મને ખબર નથી કે, તે પ્રોપેલર્સ હતા કે પછી એકબીજા સાથે અથડાયા હતા. હેલિપેડ પાસે સ્ત્રી અને એનો દીકરો રડી રહ્યા હતા. ક્વીન્સલેન્ડના પ્રીમિયર અન્નાસ્ટેસિયા પલાસ્ઝકઝુકે આ અકસ્માતને અકલ્પનીય દુર્ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે, દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે મારી ઊંડી સહાનુભૂતિ છે. ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરોના ચીફ કમિશનર એંગસ મિશેલે જણાવ્યું હતું કે ક્રેશના કારણોની તપાસ ચાલી રહી છે. આ ઘટના અંગે ક્વીન્સલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસે ૧૩ ઇજાગ્રસ્તો હોવાનું કહ્યું હતું.
Recent Comments