fbpx
રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કોરોના પોઝિટીવ

કોવિડ-૧૯ સંક્રમિત હોવાનું જાણવા મળતાં વડાપ્રધાનના બે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આવી સ્થિતિમાં ડોક્ટરોએ કહ્યું છે કે તેમને આઈસોલેશનમાં રહેવાની જરૂર નથી. આમ હોવા છતાં, સ્કોટ મોરિસન સંપૂર્ણ સાવચેતી રાખી રહ્યા છે. છ દિવસ પછી તેની ફરીથી તપાસ કરવામાં આવશે. બુધવારે ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ૧૩૬૦ નવા કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે ૮૦૪ કોરોના સંક્રમિત જાેવા મળ્યા હતા. કોવિડ સંક્રમિત વ્યક્તિના સંપર્કને કારણે મોરિસન સંક્રમિત થયા હોવાનું નોંધાયું હતું. વડાપ્રધાને શાળાના કાર્યક્રમમાં છોકરાઓના બેન્ડ સાથે તસવીર પણ ખેંચાવી હતી. તે જ સમયે, સોમવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી, વડા પ્રધાને મંગળવારે રાત્રે કિરીબિલી હાઉસમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇનની યજમાની કરી. તેમણે આ બેઠક પહેલા ન્યૂ સાઉથ વેલ્સ હેલ્થ અને ચીફ મેડિકલ ઓફિસર સાથે પરામર્શ કર્યો હતો. સ્કોટ મોરિસ મેલબોર્નની ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા. તેઓ બુધવારે ક્વીન્સલેન્ડ જવાના હતા. પરંતુ તે પહેલા તેઓ સંક્રમિત મળી આવ્યા છે. હવે તેના સંપર્કમાં આવેલા લોકો વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ ફરી એકવાર વાયરસના વધતા જતા ખતરા વચ્ચે ઓસ્ટ્રેલિયાએ બુધવારે કોવિડ-૧૯ લોકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને વેગ આપવા અને આંતરરાષ્ટ્રીય મુસાફરી ફરી શરૂ કરવા માટે લગભગ બે વર્ષના પ્રતિબંધ બાદ પોતાનો ર્નિણય જાહેર કર્યો છે. સરહદો ખોલી દેવામાં આવી છે.ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. વડા પ્રધાન કાર્યાલયે કહ્યું કે વડાપ્રધાન સ્કોટ મોરિસન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે હાથ ધરાયેલી કોરોના તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે. સૌથી ગંભીર વાત એ છે કે શુક્રવારે જ વડાપ્રધાન સ્કોટ મોરિસન સિડનીની એક શાળામાં આયોજિત પદવીદાન સમારોહમાં ગયો હતો. આ સમારોહમાં લગભગ ૧૦૦૦ લોકો પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમ મોરિસનમાં સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ કોરોનાની પુષ્ટિ થઈ છે.

Follow Me:

Related Posts