ઓસ્ટ્રેલિયાની ૪૫ વર્ષિય મહિલાએ ૧૪ વર્ષના કિશોર સાથે સંબંધ બાંધી ધમકાવતા જેલમાં ધકેલાઈ

ઓસ્ટ્રેલિયાના જાણીતા હોર્સ બ્રડર રોસ ડેઝલીની પુત્રી અને ઉદ્યોગપતિ સવાના ડેઝલી (૪૫)ને કિશોર સાથે ગેરકાયદેસર રીતે સંબંધ બનાવવાના આરોપમાં જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. સવાનાને ચાઈલ્ડ એબ્યૂઝ યુનિટે ૨૭ જૂનના રોજ ધરપકડ કરી અને જેલમાં નાખી દીધી. ૨૫ જુલાઈએ તેને ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટ (સિડન ઓસ્ટ્રેલિયા)માં હાજર કરાઈ. સવાનાના વકીલ ગ્રેબિએલ બશીરે કોર્ટ પાસે જામીન માંગ્યા. વકીલે આ પાછળ બે દલીલ કરી. તેમનું કહેવું હતું કે સવાના બિઝનેસ કરે છે અને તેને જેલમાં રહેવાથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
આ ઉપરાંત સવાનાની માનસિક સ્થિતિ કથળી રહી છે. વકીલે સવાનાની કેન્સર પીડિત માતાનો પોઈન્ટ પણ ઉઠાવ્યો અને કહ્યું કે તેમને દેખભાળની જરૂર છે. જે સવાના જ કરી શકે છે. સવાનાના વકીલે કોર્ટને બિઝનેસ મામલે કહ્યું કે સવાના જ કંપનીના નવા પ્રોડક્ટ અને રીબ્રાન્ડિંગનું કામ કરે છે. જેલમાં રહેવાથી તેમનો કારોબાર ઠપ થઈ જશે. પોલીસે કોર્ટમાં તે તમામ પુરાવા આપ્યા જે સાબિત કરતા હતા કે સવાનાએ જાણી જાેઈને બાળક સાથે ખોટી હરકત કરી હતી. પોલીસે કોર્ટમાં કિશોરને ધમકી આપવાનો મુદ્દો સાબિત કરતા પુરાવા પણ રજુ કર્યા.
પોલીસે કોર્ટમાં જણાવ્યું કે આ કેસમાં સવાનાએ ખુબ ગુમરાહ કર્યા છે. સવાનાએ કહ્યું હતું કે કિશોરે પોતાની સંમતિથી સંબંધ બનાવ્યા હતા. જે પાછળથી ખોટું સાબિત થયું. જાે કે કોર્ટે વકીલની દલીલ સાંભળ્યા બાદ સવાનાને ૭૯ લાખ રૂપિયાની જામીન રાશિ પર જામીન મંજૂર કર્યા. પોતાના જામીનનો ચુકાદો સાંભળતા જ સવાના ખુરશી પરથી ઉઠળી પડી અને કોર્ટનો આભાર માન્યો હતો. કિશોરો સાથે સેક્સ્યુઅલ અસોલ્ટના કેસ સતત વધી રહ્યા છે.
સમયાંતરે એવા સમાચાર આવતા રહે છે જેમાં બાળકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમને ફોસલાવીને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. આવો જ એક મામલો ઓસ્ટ્રેલિયામાં જાેવા મળ્યો છે. અહીં એક કરોડપતિ મહિલાએ ૧૪ વર્ષના કિશોર સાથે સંબંધ બનાવ્યા. ત્યારબાદ તેને ચૂપ રહેવા માટે ધમકી પણ આપી. કેસ સામે આવ્યા બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. પરંતુ તાજેતરમાં જ આ મહિલાનો જામીન પર છૂટકારો પણ થઈ ગયો. જાે કે આ સમગ્ર ઘટના હાલ મીડિયામાં છવાયેલી છે.
Recent Comments