ઓસ્ટ્રેલિયામાં આ એક કારણસર ગુજરાતી સાથે આ રાજ્યોના વિદ્યાર્થીઓ પર છે પ્રતિબંધ..!!
ગુજરાતના વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસનું સપનું રોળાય એવી શક્યતા ઉભી થઈ છે. તેના પાછળનું કારણ ઓસ્ટ્રેલિયાની ૫ યુનિવર્સીટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એડિન કોવાન, વિક્ટોરિયા યુનિ, વુલનગોંગ યુનિ, ટોરેન્સ યુનિ અને સધર્ન યુનિ.એ વિઝા નહીં આપવા નક્કી કર્યું છે. બનાવટી અરજીઓના વધારાને કારણે ઓસ્ટ્રેલિયાની ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટીઓએ કેટલાક ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ ૨૦૧૯ના ૭૫,૦૦૦નો સૌથી વધુ આંકડો પાર કરી શકે છે. સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે વિદ્યાર્થીઓની સંખ્યામાં હાલના વધારાથી ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન સિસ્ટમ અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર સંભવિત લાંબા ગાળાની અસરને લઈને સાંસદો અને શિક્ષણ ક્ષેત્ર સાથે લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.
આ મામલે એક મોટો ખુલાસો થયો છે અને જેમાં ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા મેળવવા કરેલ અરજીમાં દસ્તાવેજાે ખોટા આવતા હોવાનું સામે આવ્યું છે. સ્ટુડન્ટ વિઝા પર ગયેલ વિદ્યાર્થીઓ નોકરી કરવામાં વધારે ધ્યાન આપતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સિવાય રાજસ્થાન, યુપી, હરિયાણાના વિદ્યાર્થીઓની અરજી પર વધુ તપાસની શકયતા રહેલી છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીને ગુજરાતમાં લાલ જાજમ સામે ગુજરાતીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના વલણ બાદ વિઝા કન્સલટન્ટનો મોટો દાવો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત, પંજાબ અને હરિયાણના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા જવા માટે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા હોવાનો ખુલાસો થયો છે. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓ સામાન્ય કોલેજમાં ટ્રાન્સફર લઇ નોકરી પર ધ્યાન આપે છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડની માર્કશીટ ઓનલાઇન વેરીફાઇડ થતું નથી. ગ્લોબલ એજ્યુકેશન ફર્મ નવિતાસના જ્હોન ચ્યુએ જણાવ્યું હતું કે, “આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અપેક્ષા કરતા ઘણી વધારે છે.”
તેમણે કહ્યું, ‘અમને ખબર હતી કે સંખ્યામાં ઘણો વધારો થશે, પરંતુ તેની સાથે નકલી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે.’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થિતિનો સામનો કરવા માટે હવે ઘણી યુનિવર્સિટીઓ પ્રતિબંધ લગાવી રહી છે. આ છે ૫ યુનિવર્સિટી?… ધ એજ અને ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારો અનુસાર, વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ, ટોરેન્સ યુનિવર્સિટી અને સાઉથ ક્રોસ યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધાત્મક પગલાં લીધાં છે. આ ર્નિણય પાછળ અનેક કારણો કારણો હોઈ શકે છે, જેમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં ઓછી હાજરીના કારણે પણ ર્નિણય લેવાયો હોઈ શકે છે. લેભાગુ તત્વોના કારણે ઘણા કિસ્સામાં ખોટા દસ્તાવેજાે જમા થતા હોય છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ દ્વારા થયેલા રિવ્યુમાં આ વિગતો સામે આવી છે. ઓસ્ટ્રેલિયાની આ પાંચ યુનિમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ઓછા જાય છે. અત્યારે ઓસ્ટ્રેલિયામાં રહેલા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા નથી. પરંતુ હા આ ર્નિણયના કારણે અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા જવા માંગતા સાચા વિદ્યાર્થીઓને અસર થઈ શકે છે.
પરંતુ અમેરિકા વિઝા ખુલતાં ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા તરફનો વિદ્યાર્થીઓનો ફ્લો ઘટશે. ભારતીય રાજ્યો- પંજાબ અને હરિયાણાના અરજદારો પર પ્રતિબંધ… ફેબ્રુઆરીમાં પર્થ સ્થિત એડિથ કોવાન યુનિવર્સિટીએ ભારતીય રાજ્યો પંજાબ અને હરિયાણાના અરજદારો પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ માર્ચમાં વિક્ટોરિયા યુનિવર્સિટીએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત આઠ ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓની અરજી પર પ્રતિબંધ લંબાવ્યો. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે તેમની ભારત મુલાકાત દરમિયાન યુનિવર્સિટીઓ અને કોલેજાે સાથે નવા કરારની જાહેરાત કર્યા પછી થયો હતો. તમને જણાવી દઈએ કે માર્ચ ૨૦૨૩માં ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ગુજરાતીમાં જણાવ્યું હતું કે, ભારતીય લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં માન્યતા આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ભણેલા ભારતીય વિદ્યાર્થીઓની ઓસ્ટ્રેલિયન ડિગ્રીને પણ ભારતમાં માન્યતા આપવામાં આવશે.
Recent Comments