fbpx
ભાવનગર

ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના અખિલ ભારતીય પ્રમુખ તરીકે હિતેષભાઈ પંડ્યાની વરણી.

મુખ્યમંત્રીશ્રીના Addl. P.R.O. છે હિતેષભાઈઃ ગાંધીનગર ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના ૧૪ વરસથી પ્રમુખ છે.

અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજની તા. ૪થી જુલાઈએ જૂનાગઢમાં મળેલી વાર્ષિક સામાન્ય સભાએ ગાંધીનગર એકમના પ્રમુખ અને મુખ્યમંત્રીશ્રીના Addl. P.R.O. શ્રી હિતેષભાઈ પંડ્યાની અખિલ ભારતીય પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી છે. ગુજરાત ઉપરાંત ભારતના મુંબઈ, ચેન્નાઈ, પૂના, નાસિક, દિલ્હી, કર્ણાટક, કેરળ, કલકત્તા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં અને આફ્રિકા, લંડન, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં પણ વસતા ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણોના સંગઠન અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભા જૂનાગઢ મુકામે ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજની વાડીમાં તા. ૦૪/૦૭/૨૦૨૧ને રવિવારે મળી હતી. વિદાય લઈ રહેલા.

પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેતાના પ્રમુખ સ્થાને મળેલી આ સભામાં કોરોનાની  GUDELINES અને PROTOCOL મુજબ પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સભામાંશ્રી હિતેષભાઈ પંડ્યાની ફેડરેશનના અખિલ ભારતીય પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી હતી. શ્રી હિતેષભાઈ પંડ્યા રાજકોટના વતની છે અને ૨૦૦૧ થી ગાંધીનગર વસ્યા છે અને ૨૦૦૧થી તેઓ મુખ્યમંત્રીશ્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે સેવા બજાવી રહ્યા છે. અને સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી સાથે કામ કરતા રહ્યાં છે. શ્રી હિતેષભાઈ  રાજકોટમાં સુપ્રસિદ્ધ દૈનિક પત્ર ‘ફૂલછાબ’માં પણ ૧૯૭૮ થી ૨૦૦૦ સુધી વિવિધ હોદા્ પર ફરજ બજાવતા હતા. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વદેશી સેવા સંસ્થા INDIAN LIONS CLUB સાથે ૧૯૯૮ થી હિતેષભાઈ જોડાયેલ છે અને  ગુજરાતમાં લગભગ ૭૦ ક્લબો ધરાવતી આ સ્વદેશી INDIAN LIONS CLUBના તેવો  સર્વોચ્ચ સ્થાન ‘CHIEF PATRON’ પણ છે.

ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણો વિશ્વભરમાં ફેલાયેલો છેય મુખ્યત્વે શિક્ષણ, હોટલ, મિઠાઈ વ્યાપાર, ઉદ્યોગ દાકતર, વકીલ વગેરેના વ્યવસાયકો રહ્યા છે. તેવી રીતે ઉચ્ચ સરકારી હો્દા પર ગઢિયા બ્રાહ્મણ પ્રભાવી રહ્યા છે. જગ વિખ્યાત ઈગ્લેન્ડ યુરોપમાં ‘પાઠક –પીકલ્સ’ના પ્રણેતા લખુભાઈ પાઠક કેશોદના ગઢિયા બ્રાહ્મણ હતા. તેવી રીતે સૌરાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ સ્પીકર શ્રી મગનભાઈ જોષી પણ ગઢિયા બ્રાહ્મણ હતા. તો શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાર્યકાળમાં શૈક્ષણિક બાબતો માટે તેમના સલાહકાર રહી ચૂકેલા અને પોંડીચેરી  અરવિંદ આશ્રમના અંતેવાસી સ્વ. ડો કિરીટભાઈ જોષી કે વિશ્વવિખ્યાત સંગીતકાર વડોદરાના શિવકુમાર શુકલ તેમજ ચેન્નાઈ (તામિલનાડુ) ની સૌથી મોટી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ડો મહેતા નર્સિંગ હોમના સ્થાપક ડો અનંતભાઈ મહેતા અને ડો સવિતાબેન મહેતા પણ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હતા. સ્વ. ડો. કિરીટભાઈ જોષી તો ઈન્દિરા ગાંધીના પણ સલાહકાર રહી ચૂક્યા હતા. તેવી રીતે સ્વ. ઈન્દિરા ગાંધીના અંગત સલાહકાર સ્વ. શ્રી હરસુખભાઈ પંડિત પણ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હતા.એવોર્ડ એનાયતઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણોના આ સંગઠન દ્વારા ૨૦૧૯-૨૦ના સર્વ શ્રેષ્ઠ ઘટક તરીકે પણ શ્રી હિતેષભાઈ પંડ્યાના વડપણ હેઠળના ગાંધીનગર એકમને એવોર્ડ એનાયત થયો હતો.

આ ઉપરાંત જાણીતા ટેબલ ટેનિસ ખેલાડી શ્રી હિરેન મહેતા (રાજકોટ) વિવિધ ક્ષેત્રમાં ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરનારા અને સિદ્ધિ મેળવનારા ગઢિયા બ્રાહ્મણોને પણ સન્માનિત કરાયા હતા. શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર પૂર્વ શિક્ષણ નિયામક ડો. હર્ષદભાઈ ભટ્ટ (અમદાવાદ) રમતગમત ક્ષેત્રે, ટેબલ ટેનિસમાં ગુજરાતમાં રેન્કર શ્રી જગદીશભાઈ પાઠક (રાજકોટ બેન્ક અને ઈન્ડિયા) વિવિધ દોડ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર ગાંધીનગરના કાજલબેન સી. ત્રિવેદી, સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં સન્માનનીય કામગીરી કરનાર શ્રી કિશોરભાઈ પંડ્યા (રાજકોટ) ટેબલ ટેનિસમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર શ્રી હિરેનભાઈ મહેતા (રાજકોટ રેલ્વે) સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્યકર્તા શ્રી મનીષભાઈ મહેતાને અને ધારી (અમરેલી)ના એવોર્ડી શિક્ષક પ્રકાશભાઈ શર્માને આ સામાન્ય સભામાં સન્માનિત કર્યા હતા. ગઢિયા બ્રહ્મ સમાજના નિવૃત થઈ રહેલા પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેતા (જૂનાગઢ) શ્રી લાભશંકરભાઈ મહેતા (જૂનાગઢ)ની ટીમ છ વરસ (બે ટર્મ) માટે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરીને વાર્ષિક સામાન્ય સભાએ બિરદાવી હતી. શ્રી હિતેષભાઈ પંડ્યાનો સંપર્ક નંબર ૭૯૮૪૩૫૨૫૪૦ છે અને તેઓ ગાંધીનગરમાં રહે છે.

Follow Me:

Related Posts