ઔદ્યોગિક તાલીમ સંસ્થા બગસરા ખાતે વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બગસરામાં વિવિધ પ્રકારના (એનસીવીટી) વ્યવસાયોમાં ઓગસ્ટ-૨૦૨૨થી ભરવાપાત્ર ખાલી બેઠકો પર પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો આગામી તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી વહેલા તે પહેલાના ધોરણે રુબરુ મુલાકાત કરી અને પ્રવેશ મેળવી શકાશે. ઉમેદવારો મિકેનિક ડીઝલ, સુઈંગ ટેકનોલોજી, કોસ્મેટોલોજી, વેલ્ડર તથા કોપા જેવા સ્વરોજગારલક્ષી વ્યવસાયોમાં પ્રવેશ મેળવી શકે છે. આ પ્રવેશ માટે ધો.૧૦ પાસ અને નાપાસ થયેલા ઉમેદવારોને વધુ માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) બગસરા ખાતે જરુરી પ્રમાણપત્રો સાથે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બગસરાનો સંપર્ક કરવા આચાર્યશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments