ગુજરાત સરકારશ્રીની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તા.૧૧/૦૯/૨૦૨૩ નાં રોજ સવારે-૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર કરવાનું રેહશે અને ભરતી મેળાનાં દિવસે, શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
ઉક્ત એપ્રેન્ટીસ ભરતીમેળામાં ઉમેદવારોનું એપ્રેન્ટીસ પોર્ટલ લીંક (https://apprenticeshipindia.org/candidate-registration) તથા અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in/account/signup) લીંક પર રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
Recent Comments