બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે બાળપણનો એક ફોટો શેર કરીને જણાવ્યું કે, કેવી રીતે તેના હેરસ્ટાઈલના કારણે તેના કાકા તેણે ‘ઇન્દિરા ગાંધી’ કહીને બોલાવતા હતા. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. તેણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સાથે અસાધારણ સમાનતાની તરફ ઈશારો કર્યો છે.
‘ઈમરજન્સી’ની કરી રહી છે શૂટિંગ
એક્ટ્રેસ કંગના રનૌત, જે હાલમાં ‘ઈમરજન્સી’ નામની બાયોપિકની શૂટિંગ કરી રહી છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ‘ઇટ્સ અનકૈની ગ્રોઈંગ અપ… મારા કેટલાક સંબંધીઓએ મને ઇન્દિરા ગાંધી કહ્યું, કદાચ મારી હેર સ્ટાઈલના કારણે.’
કંગનાએ લખી આ વાત
તેણે અન્ય એક ફોટો શેર કરીને લખ્યું કે, ‘હું બાળપણમાં કોઈના હેરસ્ટાઈલને ફોલો નથી કર્યું, હું પોતે ગામના વાળંદ પાસે ગઈ અને તેને વાળ કાપવા માટે કહ્યું કે, મને આવા નાના વાળ ગમે છે. આર્મી બેકગ્રાઉન્ડના તમામ અંકલ મને ઇન્દિરા ગાંધી કહેવા લાગ્યા હતા…’
ફિલ્મની સ્ટાર કાસ્ટ
‘ઈમરજન્સી’, જેમ કે ટાઈટલથી માહિતી મળી જાય છે કે, 25 જૂન, 1975 એ ઇન્દિરા ગાંધી દ્વારા જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિના વિશે આ છે. આ 21 માર્ચ, 1977 સુધી ચાલુ રહી, જ્યારે જનતા પાર્ટી એક ઐતિહાસિક ચૂંટણીમાં સત્તામાં આવી હતી. હવે આના પર ફિલ્મ બની રહી છે, જેને લઈને પહેલાથી જ ચર્ચા થઇ રહી છે. ફિલ્મમાં એક્ટર અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિન્દ સોમન પણ છે.
કંગનાએ શેર કર્યો સેટનો ફોટો
કંગનાએ થોડા સમય પહેલા જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના સેટ પરનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ઇન્દિરા ગાંધીના લૂકમાં જોવા મળી રહી છે. કંગનાએ આની સાથે કેપ્શનમાં પોતાની ઓળખાણને લઈને ચિંતા વ્યક્ત કરતા એક મેસેજ લખ્યો છે. કંગનાએ જણાવ્યું કે, કેવી રીતે એક અભિનેતા રોલમાં ઉતર્યા પછી, ક્યારેય પણ જુનો વ્યક્તિ નથી રહેતો.
Recent Comments