fbpx
બોલિવૂડ

કંગનાએ મહારાષ્ટ્ર સરકારની બેદરકારીની સરખામણી ચંગુ મંગુ ગેંગ સાથે કરી

ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી નામના મેળવનાર એક્ટ્રેસ કંગના રનૌતને સો.મીડિયા પર તેમના તીખા કોમેન્ટ માટે પણ ઓળખવામાં આવે છે. આવારનવાર તેઓ તેમના નિવેદનોથી લોકોની પ્રસંશા મેળવતી રહે છે. આ વચ્ચે કંગનાને જ્યારે તક મળે છે બોલિવૂડ અને મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતી રહે છે. ફરી એકવાર કંગનાએ મહારાષ્ટ્ર સરકારના લોકડાઉનના ર્નિણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ વખતે તો હદ ત્યારે થઈ જ્યારે કંગના રનૌતએ ગુસ્સામાં મહારાષ્ટ્ર સરકારની બેદરકારીની સરખામણી ચંગુ મંગુ ગેંગ સાથે કરી. તેમણે ટ્‌વીટ કરી કોરોનાને લઇ ચાલી રહેલી મહારાષ્ટ્ર સરકારની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી છે.

કંગના રનૌતે આ વખતે ગુસ્સો વ્યક્ત કરવા માટે એક કટાક્ષ ભર્યા ટ્‌વીટનો સહારો લીધો છે. તેમણે ટિ્‌વટર પર લખ્યું છે, શું કોઈ મને જણાવી શકે છે કે શું મહારાષ્ટ્રમાં લોકડાઉન છે? સેમી લોકડાઉન? અથવા નકલી લોકડાઉન? અહીં શું થઈ રહ્યું છે? કોઈ પણ નિર્ણાયક ર્નિમણ લેવા ઇચ્છે છે. ચંગુ મંગુ ગેંગ અસ્તિત્વના સંકટથી લઈ રહી છે કે નહીં, જાે કે, દરવખતની જેમ લટકતી તલવારની જેમ રહેશે.

આ ટ્‌વીટ બાદથી સો.મીડિયા પર લોકો મોટી સંખ્યામાં કંગના રનૌતને સપોર્ટ કરી રહ્યા છે અને તેમની આ ટ્‌વીટ ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે સેલિબ્રિટીઝથી લઇને સામાન્ય જનતા પણ તેમની આ વાત પર પોતાનો અભિપ્રાય આપતા જાેવા મળી રહી છે.

Follow Me:

Related Posts