fbpx
બોલિવૂડ

કંગનાએ શાહરૂખને પુત્રના કારનામાને કારણે ટોણો માર્યો

કંગનાએ આ પહેલા પણ આર્યનના ડ્રગ્સ મામલે ટીપ્પણી કરીને એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર આર્યનને સપોર્ટ આપનારા લોકોને ઉદ્દેશીને લખ્યું હતું કે, હવે બધા જ માફિયા પપ્પૂ આર્યનના બચાવમાં ઉતરી પડયા છે. આપણે ભૂલો કરીએ છીએ પરંતુ એ ભૂલોને ગૌરવ તરીકે લેવું ન જાેઇએ. મને વિશ્વાસ છે કે આનાથી તેને પોતાની ભૂલ સમજાશે.

એ વાત સાચી છે કે, કોઇ મુશ્કેલીમાં હોયત્યારે ગોસીપ ન કરવી જાેઇએ. પરંતુ તેણે ભૂલ નથી કરી એ સમજાવું પણ અપરાધ સમાન છે. ધરપકડ પછી શાહરૂખને આડકતરી લપડાક મારી છે. સોશિયલ મીડિયા પર તેણે શાહરૂખ ખાન તરફ આડતરો ઇશારો કરીને એક તસવીર શેર કરી છે, જેમાં જેકી ચૈન પોતાના પુત્રની ધરપકડ પછી માફી માંગતો જાેવા મળી રહ્યો છે.

આ તસવીરમાં એક બાજુ જેકી ચૈન અને તેનો પુત્ર છે, તો બીજી બાજુ તેમનાત પુત્રને પોલીસ પકડીને લઇ જતી જાેવા મળે છે. કંગનાએ ફોટો સાથે કેપ્શન લખ્યું છે કે, જૈકી ચૈનનએ ૨૦૧૪માં તેના પુત્રની ડ્રગના મામલે ધરપકડ થઇ હતી ત્યારે માફી માંગી હતી. જૈકી ચૈને કહ્યું હતું કે, મને મારા પુત્રના કારનામા પર શરિમ આવે છે. આ મારી નિષ્ફળતા છે અને હું તેની રક્ષા માટે હસ્તક્ષેપ નહીં કરું. આ પછી તેના પુત્રને છ મહિનાની જેલ થઇ હતી. કંગનાએ આ પોસ્ટને શેર કરીને ળક્યું છે કે, હું તો અમસ્તું જ આ જણાવી રહી છું.

Follow Me:

Related Posts