બોલિવૂડ

કંગનાની આગામી ફિલ્મ ‘ટીકુ વેડ્‌સ શેરુ’ના લીડ રોલમાં નવાઝુદ્દીન જાેવા મળશે. કંગનાએ નવાઝની તસ્વીર શેર કરી કેપ્શનમાં લખ્યું- ‘વેલકમ ટૂ ધ ટીમ સર’

બોલીવુડની પંગા ગર્લ કંગના રનૌતનું જ્યારથી ટ્‌વીટર બંધ થયું છે ત્યારથી તેના નામના વિવાદ પણ ઘટી ગયા છે. જાેકે કંગના હવે ઇન્સ્ટાગ્રામ મારફતે ફેન્સ સાથે જાેડાયેલી રહે છે. અને વાદવિવાદથી ઘણી દુર જાેવા મળી રહી છે. કંગનાની પોસ્ટ્‌સથી લાગે છે કે તે પોતાના કામ અને સ્વાસ્થ્ય પર વધુ ફોકસ કરી રહી છે. કંગનાએ કામને લઈને મોટી જાહેરાત કરી છે.

જી હા કંગનાએ નવાઝુદ્દીન સિદ્દકીના ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. નવાઝ હવે કંગનાની ટીમમાં જાેડાવા જઈ રહ્યા છે. આ વાતની માહિતી ખુદ કંગનાએ એક પોસ્ટ કરીને આપી છે. આ પોસ્ટ સાથે જ નવાઝ અને કંગનાના ફેન્સમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ અને થોડી જ મીનીટોમાં હજારો કોમેન્ટ્‌સના ઢગલા થઇ ગયા હતા.

કંગનાએ મંગળવારે પોતાના ડિઝીટલ પ્રોજેક્ટ ‘ટીકૂ વેડ્‌સ શેરુ’ની જાહેરાત કરી. તેણે જણાવ્યું, આ ફિલ્મમાં મુખ્ય પાત્ર નવાઝ ભજવવા જઈ રહ્યા છે. આ માહિતી શેર કરતી વખતે કંગનાએ નવાઝની તસ્વીર સાથે કેપ્શન પણ લખ્યું. કંગનાએ વેલકમ કરતા લખ્યું કે, ‘વેલકમ ટૂ ધ ટીમ સર’.
કંગનાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. જેના પેજ માણિકર્ણિકા ફિલ્મ્સ પરથી પોસ્ટ શેર કરતા લખ્યું, ‘આપણી જનરેશનના બેસ્ટ એક્ટરે ટીકૂ વેડ્‌સ શેરુની ટીમને જાેઈન કરી છે. અમે આ સિંહને મેળવીને સૌભાગ્યશાળી અનુભવ કરીએ છીએ. જલ્દી જ શૂટિંગ શરુ થશે.

આ ફિલ્મ દ્વારા કંગના નિર્માતા તરીકે વેબ સ્પેસમાં પ્રવેશ કરી રહી છે. બીજી તરફ કંગના હવે ‘થલાઈવી’, ‘ધાકડ’, ‘તેજસ’ જેવી ફિલ્મોમાં એક્ટર તરીકે જાેવા મળશે. બીજી તરફ જાે આપણે નવાઝુદ્દીન વિશે વાત કરીએ તો તે ‘જાેગીરા સારા રા રા’ ફિલ્મમાં નેહા શર્મા સાથે જાેવા મળશે.

Follow Me:

Related Posts