બોલિવૂડ

કંગના માતા સીતાની ભૂમિકા માટે રૂ. ૩૨ કરોડ લેશે તેવી ચર્ચા !!


કરીના કપૂરે આ જ રોલ માટે રૂપિયા ૧૨ કરોડની ફી માંગી હતી અને એના માટે બબાલ થયો હતો. પછીથી ફિલ્મના લેખત મનોજ મુતંશિરે દાવો કર્યો હતો કે કંગના જ આ રોલ માટે ફિલ્મસર્જકની પ્રથમ પસંદગી હતી. મુંતશિરે વધુમાં કહ્યું હતું કે, આ રોલ માટે કંગના જ મારી પ્રથમ પસંદગી હતી. અમે આ પાત્ર માટે કોઇ પણ અભિનેત્રીનો સંપર્ક કર્યો નહોતો. અમે પહેલાથી જકંગના જ આ રોલ નિભાવે એનો ર્નિણય લઇ લીધો હતો. સીતાના ચરિત્રને જેરીતે અમે વાર્તામાં સ્કેચ કર્યો છે તે અનુસાર કંગના જ આ પાત્ર માટે યોગ્ય અભિનેત્રી છે. ફિલ્મ ધ ઇનક્રેનેશનઃ સીતાને અલૌકિક દેસાઇ ડાયરેકટ કરશે.

આ ફિલ્મને કેવી વિજેન્દ્ર પ્રસાદે લખી છે.કંગના રનૌત હાલ પોતાી આવનારી ફિલ્મ ધ ઇનક્રેનેશન ઃ સીતાને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે સીતાની ભૂમિકા ભજવવાની છે. ેહવે આ ફિલ્મને લઇને એક ચર્ચા એ છે કે, અભિનેત્રી આ ફિલ્મ માટે અધધધ મહેનતાણું લેવાની છે.જાેકે ફિલ્મના માંધાતાઓ તેમજ અભિનેત્રીએ આ વાતની કોઇ સ્પષ્ટતા કરી નથી. મળેલી વાતને સાચી માનીએ તો, કંગના સીતાનો રોલ ભજવવા માટે રૂપિયા ૩૨ કરોડ મહેનતાણું લેવાની છે.જાે આ વાત સાચી હશે તો મનોરંજનની દુનિયામાં તે પ્રથમ અભિનેત્રી હશે જે સૌથી વધુ ફી મેળવશે. જાેકે ફિલ્મસર્જક કે કંગના તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

Related Posts