બોલિવૂડ

કંગના રણૌતે ફટાકડા ફોડવા પર પ્રતિબંધની વાત કરતા લોકોને આડે હાથ લીધા

દિવાળીના તહેવારના ઘણા સામાજિક સંગઠનો અને દ્ગય્ર્ં લોકોને પર્યાવરણની રક્ષા માટે ફટાકડા ન ફોડવા માટેની અપીલ કરે છે. પણ કંગનાએ તેની એક પોસ્ટથી જ લોકોની બોલતી બંધ કરી દીધી છે. મહત્ત્વની વાત છે કે, એક દિવસમાં ફૂટતા ફટાકડાથી જેટલું વાતાવરણ પ્રદુષિત નથી થતું તેટલું તો ઉદ્યોગો અને વાહનોના ધુમાડાના કારણે થાય છે.એક્ટર અભિનેત્રી કંગના રણૌત તેના નિવેદનને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે. કંગના રણૌત બોલીવુડની એ હસ્તીમાંથી છે જે સામાજિક અને રાજનીતિના મુદ્દા પર ધારદાર નિવેદન આપવાને લઇને જાણીતી છે. કંગના રણૌતે બુધવારના રોજ દિવાળીના રોજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાની વાત કરતા લોકોને ઝાટક્યા હતા. તેને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આધ્યાત્મિક ગુરુ સદગુરનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમને દિવાળી પર બાળપણની યાદો તાજા કરીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. સદગુરુએ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે, હવાના પ્રદુષણના કારણે બાળકોને ફટાકડા ફોડવાની ખૂશીનો અનુભવ કરતા રોકવા તે સાચું નથી. બાળકોની ખૂશી માટે તમે ત્રણ દિવસ ઓફિસ પર ચાલીને જાવ અને બાળકોને ફટાકડા ફોડવાનો આનંદ લેવા દો. આ વીડિયોનો ઉલ્લેખ કરતા કંગનાએ લખ્યું છે કે, તમામ દિવાળી પર્યાવરણ કાર્યકર્તાઓને સાચો જવાબ. તમારી ઓફિસ પર જાવ અને ત્રણ દિવસ સુધી કારનો ઉપયોગ ન કરો. અન્ય એક સ્ટોરીમાં તેમને સદગુરુની પ્રસંશા કરતા લખ્યું છે કે, આ એ વ્યક્તિ છે જેમને લખો વૃક્ષોનું વાવેતર કર્યું છે અને હરીયાળી વધારવાનો વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો છે. મહત્ત્વની વાત છે કે, કંગનાની આ પોસ્ટ બાદ અનીલ કપૂરની દીકરી રિયા કપૂરે એક પોસ્ટમાં ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી. રિયા કપૂરે ફટાકડા ફોડવાને આઉટ ડેટેડ અને જવાબદારી વગરનું ગણાવ્યું હતું. કંગનાએ કરેલી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ફેન્સ તેની આ પોસ્ટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, કંગનાને હાલમાં જ મણિકર્ણિકા ક્વીન ઓફ ઝાંસી અને પંગામાં એક્ટિંગ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ચોથો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો છે. ત્યાજ તે જલ્દી મણીકર્ણિકા રીટર્ન, ઈમરજન્સી, તેજસ અને ધ અવતાર સીતામાં લીડ રોલ કરતી જાેવા મળશે.

Related Posts