fbpx
બોલિવૂડ

કંગના રનૌતના સમર્થનમાં વિક્રમ ગોખલે આવ્યા

કંગનાના નિવેદનને લઈને સમગ્ર દેશમાં વિરોધ જાેવા મળી રહ્યો છે.ત્યારે શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું હતુ કે, ‘કંગનાને તાજેતરમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવી હતી. અગાઉ આ સન્માન ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર વીરોને આપવામાં આવ્યું છે. એ જ હીરોનું અપમાન કરનાર કંગનાને એ જ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવી એ દેશની કમનસીબી છે. સામના તંત્રીલેખમાં સાંસદ સંજય રાઉતે કંગના રનૌત પાસેથી પદ્મશ્રી એવોર્ડ પરત લેવાની માગ કરી છે.તેમણે કહ્યુ કે, લોહી, પરસેવા, આંસુ વગેરે જેવા બલિદાનથી મળેલી આપણી સ્વતંત્રતાને ‘ભીખ’ તરીકે સંબોધવું એ દેશદ્રોહનો કેસ છે. મોદી સરકારે કંગના પાસેથી આ પુરસ્કાર પરત ખેંચી લેવો જાેઈએ.કંગના રનૌતે એક નિવેદનમાં કહ્યું હતું કે, ૧૯૪૭માં ભારતને ભીખમાં આઝાદી મળી હતી. વાસ્તવિક સ્વતંત્રતા ૨૦૧૪માં મળી હતી. બોલિવુડ ક્વીનના આ નિવેદનને મહારાષ્ટ્રના એક મોટા અભિનેતાએ સમર્થન આપ્યું છે.

મહારાષ્ટ્રના એક મોટા કલાકારે કંગના રનૌતના નિવેદનનું સમર્થન કર્યું છે.હિન્દી અને મરાઠી અભિનયની દુનિયામાં વિક્રમ ગોખલે એક જાણીતું નામ છે. તેણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય અભિનીત ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. કંગના રનૌતનો નિવેદનને સમર્થન આપવાની આ સાથે અભિનેતાએ ફરી એક જૂનો વિવાદ ઉભો કર્યો છે. વીર ભગતસિંહનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, જ્યારે બહાદુર ક્રાંતિકારીઓને ફાંસી પર લટકાવમાં આવ્યા ત્યારે તેઓને બચાવવામાં ન આવ્યા.ઈતિહાસમાં આ મુદ્દો હંમેશા ગરમ રહ્યો છે કે જાે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ ઈચ્છતા હોત તો તેઓ ભગતસિંહની ફાંસી રોકી શક્યા હોત. તે સમયે લોર્ડ ઈર્વિન ગાંધીજીની મોટાભાગની માંગણીઓ સ્વીકારવા તૈયાર હતા. જાે કે વિશ્વ આર્થિક મંદીની હરોળમાં હતું. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ અને સવિનય કાનૂની ભંગ ચળવળ આખા દેશમાં ફેલાય ગયુ હતુ.

Follow Me:

Related Posts