બોલિવૂડ

કંગના રનૌતને ડેન્ગ્યુ થયો હોવા છતાં શૂટિંગમાં વ્યસ્ત

એક્ટ્રેસ કંગના રનૌતને ડેન્ગ્યુ થઈ ગયો છે. આ વાતની જાણકારી કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સની ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. આ પોસ્ટમાં ટીમે એ પણ જણાવ્યું કે હાઈ ફીવર હોવા છતાં પણ કંગના પોતાના અપકમિંગ પ્રોજેક્ટના સેટ પર કામ કરી રહી છે. મર્ણિકર્ણિકા ફિલ્મ્સની ટીમે કંગના રનૌતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા સ્ટોરી પર શેર કર્યા છે.

આ ફોટોઝમાં કંગના રનૌત બીમાર હોવા છતાં કામ કરતી જાેઈ શકાય છે. ફોટોઝના કેપ્શનમાં લખ્યું છે, જ્યારે તમને ડેન્ગ્યુ થાય છે તો તમારા વ્હાઈટ બ્લડ સેલ કાઉન્ટ ઝડપથી ઘટી જાય છે અને તીવ્ર તાવ આવે છે. આ કંડિશનમાં પણ જાે તમે કામ કરો છો તો તે જનૂન નથી પણ ગાંડપણ છે. ટીમે પોસ્ટમાં આગળ લખ્યું, અમારી ચીફ કંગના રનૌત આમ પણ ઈન્સ્પિરેશન છે. મેમ જલ્દીથી સાજા થઈ જાઓ.

મોર પાવર ટૂ ક્વીન. તેના જવાબમાં કંગનાએ સ્ટોરી પર ટીમની પોસ્ટને રીપોસ્ટ કરી લખ્યું, થેંક્યું ટીમ મર્ણિકર્ણિકા ફિલ્મ્સ. શરીર બીમાર થાય છે, આત્મા નહીં. આટલા શબ્દો માટે આભાર. કંગના અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ઈમર્જન્સીના શૂટિંગમાં વ્યસ્ત છે. કંગના આ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જાેવા મળશે. તે સિવાય ફિલ્મમાં શ્રેયસ તલપડે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપયી અને અનુપમ ખેર ક્રાંતિકારી નેતા જેપી નારાયણની ભૂમિકામાં જાેવા મળશે.

કંગના રનૌત (ઈન્દિરા ગાંધી), અનુપમ ખેર (જેપી નારાયણ) અને શ્રેયસ તલપડે (અટલ બિહારી વાજપયી)ના ફિલ્મથી ફર્સ્ટ લુક પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યું છે, જે વાયરલ થયો હતો. ફેન્સને ત્રણેય લુક ઘણા પસંદ આવ્યા હતા અને બધાએ વખાણ કર્યા હતા. એક્ટિંગની સાથે કંગના રનૌત આ ફિલ્મનું ડાયરેક્શન પણ જાતે કરી રહી છે. એટલું જ નહીં કંગના આ ફિલ્મને પોતાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ બનાવી રહી છે. ફિલ્મ ૨૫ જૂન ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. અત્યારે આ ફિલ્મનું શૂટિંગની તૈયારીઓ ચાલી રહી છે.

Related Posts