કંગના રનૌતને લાફો મારવા માગે છે આ અભિનેત્રી
બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત એક તરફ પોતાની દમદાર એક્ટિંગના દમ પર ફેન્સના દિલ જીતી લે છે, તો બીજી તરફ તેનો બિંદાસ્ત અંદાજ પણ ખૂબ ચર્ચામાં રહે છે. કંગના રાનૌત ફક્ત સિનેમા જ નહીં પણ દેશ વિદેશના અન્ય મુદ્દા પર પણ પોતાની વાત ખુલીને રજૂ કરે છે. ત્યારે આવા સમયે ક્યારેક તેને લોકોનો સપોર્ટ મળે છે, તો ટ્રોલ થઈ જાય છે. પણ આ દરમ્યાન હાલમાં પાકિસ્તાની એક્ટ્રેસ નૌશીન શાહે કંગના રાનૌતને લાફો મારવાની વાત કહી છે. હકીકતમાં જાેઈએ તો, પાકિસ્તાની એક્ટ્રેસ નૌશીન શાહે મોમિન સાકિબના ચેટ શો હદ કર દીમાં ભાગ લીધો હતો. આ દરમ્યાન મોમિને તેને પુછ્યું કે, કઈ બોલીવુડ સેલેબને તે મળવા માગે છે? તેના પર નૌશીને કહ્યું કે, તે કંગના રાનૌતને મળવા માગે છે અને તેને બે લાફા મારવા માગે છે
. નૌશીન કહે છે કે, જે રીતે તે મારા દેશ વિશે બકવાસ કરે છે, જેવી રીતે તે પાકિસ્તાની આર્મી વિશે કંઈ પણ બોલ્યા કરે છે, હું તેના સાહસને સલામ કરુ છું. નૌશીન આગળ કહે છે કે, તેના પાસે કોઈ નોલેજ નથી, પણ દેશ વિશે વાત કરે છે, એ કોઈ બીજા દેશ પર. તમારા દેશ પર ફોકસ કરો. તમારી એક્ટિંગ પર ફોકસ કરો. ડાયરેક્શન પર. પોતાના વિવાદ પર ફોકસ કરો અને પોતાના એક્સ બોયફ્રેન્ડ પર..બીજુ પણ ઘણુ બધું છે.તમને કેવી રીતે ખબર કે પાકિસ્તાનમાં લોકો સાથે સારો વ્યવહાર થતો નથી? તમને પાકિસ્તાની આર્મી વિશે કેવી રીતે ખબર પડી? તમને અમારી એજન્સી વિશે કેવી રીતે ખબર પડી?.. નૌશીન અંતે કહે છે કે, અમને ખુદને નથી ખબર, જે એજન્સી અમારા દેશમાં છે, અમારી સેના અમારા દેશની છે, આ બધી બાબતો અમે શેર ન કરી શકીએ.
આ અમારા સીક્રેટ છે. શું નથી? ત્યાર બાદ નૌશીન, કંગના રાનૌતની એક્ટિંગ સ્કિલ્સના પણ વખાણ કરે છે પણ સાથે જ તેને એક્સટ્રીમિસ્ટ પણ કહે છે. વાત જાે કંગના રાનૌતની અપકમિંગ પ્રોજેક્ટસની વાત કરીએ તો, તેના ખાતામાં ચંદ્રમુખી ૨ ઉપરાંત ઈમરજન્સી પણ છે. ઈમરજન્સીમાં કંગના રાનૌત, ઈંદિરા ગાંધીના પાત્રમાં જાેવા મળશે. તેણે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. તો વળી ચંદ્રમુખી ૨,૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે.
Recent Comments