કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લીધા, કહ્યું- હું હરામખોર નથી, સાચી દેશભક્ત છું
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ટિ્વટ કરીને મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લીધી છે. કંગનાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું, મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચીન વાજેને દર મહિને રૂ.૧૦૦ કરોડની વસૂલી કરવાનું કહ્યું છે. આ પ્રતિક્રિયા આપતા કંગનાએ ટિ્વટ કર્યું, જ્યારે મેં ભ્રષ્ટાચાર અને મહારાષ્ટ્ર સરકારના ભ્રષ્ટ પ્રશાસનની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો તો મને ગાળો આપી, મને ધમકીઓ આપી, મારી ટીકા કરી. મેં તેનો જવાબ પણ આપ્યો. પરંતુ જ્યારે મારા પોતાના સુંદર શહેર પ્રત્યે મારી વફાદારી પર સવાલ ઉઠાવ્યા તો હું ચુપ થઈને રડી પડી હતી. જ્યારે તેમણે મારું ઘર ખોટી રીતે નષ્ટ કરી દીધું તો કેટલાક લોકોએ ખુશી મનાવી હતી. જશ્ન મનાવ્યો.
કંગના રનૌતે કહ્યું, આવનારા દિવસોમાં બધી જ વસ્તુ લોકોની સામે આવી જશે. આજે હું અડગ ઉભી છું. એટલા માટે એ સાબિત થાય છે કે મારી બહાદુરી રાજપૂતાના લોહીમાં એ જમીન પ્રત્યે મારી નિષ્ઠા અને સાચો પ્રેમ વહે છે જે મને અને મારા પરિવારનું પેટ ભરે છે. હું સાચી દેશભક્ત છું, હરામખોર નથી.
Recent Comments