બોલિવૂડ

કંગના રનૌત દાવો,”ફિલ્મને બોયકોટ કરવા પાછળનો માસ્ટર માઇન્ડ આમિર પોતે જ છે”

બોલિવૂડની ફેમસ અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. હવે તાજેતરમાં કંગના રનૌતે બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો વિરોઝ કર્યો છે. આમિર ખાન હાલમાં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને કારણે ચર્ચામાં છે. સો.મીડિયામાં આ ફિલ્મને બોયકોટ કરવાની માગણી થઈ હતી અને આમિર ખાને કહ્યું હતું કે તે ભારતને પ્રેમ કરે છે. તેણે વિનંતી કરી હતી કે દર્શકો ફિલ્મને બોયકોટ ના કરે. જાે કે, કંગનાએ દાવો કર્યો હતો કે આ ફિલ્મને બોયકોટ કરવા પાછળનો માસ્ટર માઇન્ડ આમિર જ છે.

હકીકતમાં કંગના રનૌતે તાજેતરમાં પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બાયકોટ કરવાને લઈને સ્ટોરી પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં કંગનાએ લખ્યું છે કે, ‘મને લાગે છે કે અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અંગે જેટલી પણ નેગેટિવ વાતો થઈ રહી છે, તેનો માસ્ટર માઇન્ડ આમિર ખાન જ છે. આમિરે જ આ બધુ શરૂ કરાવ્યું છે. આ વર્ષે એક કોમેડી ફિલ્મની સીક્વલ સિવાય એક પણ ફિલ્મ હિટ ગઈ નથી.’ માત્ર સાઉથની ફિલ્મોનો જ દબદબો રહ્યો છે. કંગનાએ વધુમાં કહ્યું હતું, ‘ભારતીય સંસ્કૃતિ સાથે જાેડાયેલી માત્ર સાઉથ ઇન્ડિયન ફિલ્મ સારું પર્ફોર્મ કરી રહી છે અથવા તો જે ફિલ્મમાં લોકલ ફ્લેવર છે તે. એક હોલિવૂડ રીમેક ફિલ્મ આમ પણ સારું પર્ફોર્મ કરતી નથી.

જાે તે ભારતને ઇન્ટોલેરેન્ટ કહેશે તો હિંદી ફિલ્મમેકર્સે ઓડિયન્સનો ટેસ્ટ સમજવાની જરૂર છે.’ આમિરે થોડાં વર્ષ પહેલાં દેશમાં વધતા ઇન્ટરોલરેન્સ પર કહ્યું હતું કે તેને પોતાના બાળકો અંગે પહેલી જ વાર ડર લાગે છે, કારણ કે દેશનો માહોલ ખરાબ છે. આ સાથે જ તેણે કહ્યું હતું કે પત્ની કિરણે તેને સવાલ કર્યો હતો કે ભારત દેશ આપણે છોડી દેવો જાેઈએ? કિરણ પોતાના બાળકની સલામતી અંગે ડરી ગઈ છે. આમિરની ફિલ્મ ‘પીકે’ અંગે પણ ચાહકોમાં રોષ છે. ચાહકોએ કહ્યું હતું કે ફિલ્મમાં આમિરે કેવી રીતે હિંદુ ધર્મનું અપમાન કર્યું હતું.

આમિરે પોતાના શો ‘સત્યમેવ જયતે’માં કહ્યું હતું કે શિવલિંગ પર ૨૦ રૂપિયાનું દૂધ ચઢાવવાને બદલે કોઈ બાળકને ભોજન કરાવવું સારું રહેશે. આ અંગે ઘણો જ વિવાદ થયો હતો. હવે સો.મીડિયા યુઝર્સ કહી રહ્યા છે ‘લાલ સિંહ ચઢ્ઢા’ જાેવામાં પૈસા બરબાદ કરવાને બદલે કોઈ ગરીબ બાળકને ભોજન કરાવવું સારું. આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાનો સતત વિરોધ થઈ રહ્યો છે ત્યારે લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Related Posts