કચ્છના આદિપુરમાં શુક્રવારે સવારે ૯ વાગ્યે કેસર નગર પાસેના ધોરીમાર્ગ પર પડાણા નજીકની એક કંપનીમાંથી કર્મચારીઓને મુકવા જતી પૂજા ટ્રાવેલ્સની ચાલતી લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી ઉઠી હતી. ડ્રાયવરની સીટ સામેના વાયરિંગમાંથી આગની શરૂઆત થતાં જ ચાલકે સમય સુચકતા વાપરી બસને થોભાવી દીધી હતી. તેમજ કર્મચારીઓને ગાડીની નીચે ઉતરી જવાની સૂચના આપી પોતે પણ ઉતરી જતા જાનહાની ટળી હતી. જાે કે આગે જાેત જાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ સંપૂર્ણ બસમાં ફેલાઈ ગઈ હતી. જેને ગાંધીધામ નગરપાલિકાના બે ફાયર ફાઇટર દ્વારા કાબુમાં લેવામાં આવી હતી. બનાવ વિશે ટ્રાવેલ્સના મોહિત આહીરે જણાવ્યું હતું કે આદિપુરથી ગાંધીધામ તરફ જતા સમયે આજે શુક્રવારે સવારે ૯ વાગ્યે શોર્ટ સર્કિટના કારણે બસ નંબર (ય્ત્ન ૧૦ ્ઠ ૧૨૦૫)માં આગ લાગી હતી. પડાણા પાસેની ખાનગી કંપનીમાં કર્મચારીઓને લેવા-મુકવામાં આ બસ ચાલતી હતી. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જાે કે બસમાં કેટલા લોકો સવાર હતા એ તમામ મુદ્દેની જાણકારી ટ્રાવેલ્સના પાર્ટનર પાસે હોવાનું તેમણે જણાવ્યું હતું. આગને પગલે ગાંધીધામ નગરપાલિકાના બે ફાયર ફાઈટર દ્વારા ઘટનાસ્થળે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. જાે કે અડધો કલાકના સમય દરમિયાન બસ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. આગ બુઝાવવાની કામગીરીમાં સુધારાઈના ફાયર વિભાગના દીપક ધોરીયા, પાર્થ મહેશ્વરી અને વિજય મહેશ્વરી જાેડાયા હોવાનું હેમંતભાઈ ગગલાણીએ જણાવ્યું હતું.
કચ્છના આદિપુરમાં ખાનગી બસમાં આગ લાગી

Recent Comments