દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પરના જિલ્લાના પશ્ચિમી દરિયાઈ વિસ્તારમાં લગાતાર માદક પદાર્થના પેકેટ વિવિધ સલામતી દળોને અને એજન્સીને મળતા રહ્યા છે. પણ અબડાસાના પિંગલેશ્વર પાસેના કડુલી દરિયા કિનારેથી મરીન કમાન્ડોને શંકાસ્પદ ૧૦ પેકેટ મળી આવ્યા હતા. તેમજ એક સપ્તાહ પહેલા પાકિસ્તાની બોટ મારફતે લઈ આવવામાં આવી રહેલો ૫૬ કિલો ડ્રગનો જથ્થો અને ૯ પાક.આરોપી ઝડપાયા હતા.કચ્છની પશ્ચિમી સરહદે આવેલા દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બિન વારસી હાલતમાં ચરસના પેકેટ સતત મળી રહ્યા છે. ત્યારે લખપતના કોટેશ્વર નજીકની લકી ક્રિક પાસેના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટુકડીને વધુ ૮ જેટલા માદક પદાર્થના પેકેટ મળી આવ્યા હતા. સલામતી દળોને આ પેકેટ આજે પેટ્રોલિંગ દરમિયાન જાેવા મળતા પેકેટને હસ્તગત કરી વધુ તપાસ માટે નારાયણ સરોવર પોલીસ મથકે સોંપવામાં આવશે.
કચ્છના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી બીએસએફને વધુ ૮ પેકેટ ચરસ મળ્યું

Recent Comments