માંડવિયાની ટિ્વટમાં જવાને દેશવાસીઓએ સંદેશો આપતાં એમ પણ જણાવ્યું હતું કે, જવાન સુરક્ષિત, તેમનો પરિવાર સુરક્ષિત તો દેશ પણ સુરક્ષિત રહી શકે.કોરોના મહામારીના શરૃઆતના સમયથી ભારત અને પાકિસ્તાનની કચ્છ સરહદે દેશનું રખોપું કરતા સશસ્ત્ર અને અર્ધલશ્કરી દળ બીએસએફના જવાનોને પૂરતું ટીકાકરણ કરવામાં આવ્યું છે. દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડિવયાએ કરેલી ટિ્વટમાં જણાવ્યા મુજબ કચ્છની સરહદે સુરક્ષા દળોના તમામ જવાનો પૂર્ણ રીતે રસીયુકત થઈ ગયા છે અને તેમના પરિવારજનોએ પણ પહેલો ડોઝ લીધો છે. તેમણે બીએસએફ ભુજ સબ હેડક્વાર્ટરના ડીઆઈજી સંજયકુમાર શ્રીવાસ્તવનો વીડિયો સંદેશ પણ ટિ્વટમાં મૂક્યો છે. ભુજ એસએચક્યુના ડીઆઈજી એસ.કે. શ્રીવાસ્તવ સાથે આ ટિ્વટ મુદ્દે પૃચ્છા કરતાં તેમણે કહ્યું હતું કે, જિલ્લા આરોગ્ય વિભાગના સહકારથી બીએસએફના તમામ જવાનોને રસીકરણ કરવામાં આવ્યું છે. ખાવડા, દયાપર સહિતની પોસ્ટમાં અને બીએસએફના પરિસરમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે ૫૦૦૦થી વધુ જવાનોનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. પરિવારના સભ્યોને પણ રસી આપવામાં આવી છે. હજુ પણ જે લોકોએ રસી ન લીધી હોય તેમને થોડા સમયમાં જ આપી દેવામાં આવશે.
કચ્છના બીએસએફ જવાનોનું રસીકરણ


















Recent Comments