કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો, છેલ્લા ૫ દિવસમાં ભૂકંપના ૧૧ આંચકા
ગુજરાત રાજ્યના કચ્છમાં હજુ પણ ભૂકંપના આંચકા ચાલુ છે. આજે સવારે ૬.૭ વાગ્યાનીઆસપાસ ફરી એક વાર કચ્છની ધારા ધ્રુજી ઉઠી હતી. સવારે ૬.૭ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવયો હતો. કચ્છના ભચાઉ પાસે ધારા ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨ જેટલી નોધાઇ છે. છેલ્લા ૫ દિવસમાં ભૂકંપના ૧૧ આંચકા નોધાયા છે.
ભૂસ્તર શાસ્ત્રી નીતિમ કચ્છના ભૂકંપ અંગે બારીકાઈથી નોધ લઇ રહી છે. અને તે અંગે સંશોધન પણ ચાલુ છે. વહેલી સવારે આવેલા ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જાેકે આ આંચકાથી જાનમાલને નુકશાનના કોઈ સમાચાર નથી.
Recent Comments