ગુજરાત

કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી, મોટી જાનહાનિ તળી

કચ્છના માંડવીમાં એક મોટી દુર્ઘટના તળી ગઈ છે, કચ્છના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પવનચક્કી ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સદનસીબે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે પવનચક્કીની ઉંચાઈ ૧૦૦ મીટર કે તેનાથી વધારે હોય છે. મોટાભાગની પવનચક્કી ખુલા વિસ્તારોમાં લગાવવામાં આવે છે જેથી તે વધુ ફાયદાકારક સાબિત થાય.

Related Posts